Home> Entertainment
Advertisement
Prev
Next

ટીનાએ કરી ગંદા સ્પર્શની ફરિયાદ પછી....કોથળામાંથી નીકળ્યું બિલાડું

ટીના દત્તા હાલમાં ડાયન નામના ટીવી શોમાં જોવા મળી રહી છે

ટીનાએ કરી ગંદા સ્પર્શની ફરિયાદ પછી....કોથળામાંથી નીકળ્યું બિલાડું

નવી દિલ્હી : ટીવી શો ડાયનના પોતાના સહકલાકાર મોહિત મલ્હોત્રા પર શૂટિગ દરમિયાન ખોટી રીતે ગંદો સ્પર્શ કરવાનો આરોપ લગાવનાર એક્ટ્રેસ ટીના દત્તાએ આ મામલે સ્પષ્ટતા કરી છે. ઉતરનથી લોકપ્રિય થનાર ટીનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મેં અને મોહિતે મતભેદો પર પુર્ણવિરામ મુકીને નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. મને મોહિત સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી. અમારી વચ્ચે સારી ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી છે જે શો માટે સારી વાત છે. મને આશા છે કે લોકો આ નવી શરૂઆતની પ્રસંશા કરશે અને કોઈ અફવા પર ધ્યાન નહીં આપે.

fallbacks

કાર્તિક અને સારા ઝડપાઈ ગયા Kiss કરતા, વાઇરલ થયો VIDEO

રિપોર્ટ પ્રમાણે મોહિત એક ઇન્ટિમેટ સીનના શૂટ દરમિયાન ટીનાને ગંદી રીતે સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જેના પછી ટીના સેટ પર રોતી જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે આ ઘટનાની મોહિત પર કોઈ અસર નહોતી થઈ. આ ઘટના વિશે સેટ પર હાજર દરેક વ્યક્તિ વાકેફ હતી પણ કોઈએ આ વિશે ખુલીને વાત નહોતી કરી.  મળતી માહિતી હવે ટીના અને રોહિત વચ્ચેનો મામલે ઉકેલાઈ ગયો છે. 

હાલમાં પિંકવિલાને આપેલા નિવેદનમાં ટીનાએ કહ્યું છે કે અમે જ્યારે પણ ટીવી શો માટે શૂટ કરીએ છીએ ત્યારે અનેક નાની, મોટી, સારી અને ખરાબ તમામ પ્રકારની સમસ્યાઓ સામે આવતી હોય છે. મેં મારી સમસ્યા પ્રોડક્શન ટીમને જણાવી હતી અને તેઓએ મેને સારો સપોર્ટ કર્યો છે. હું વર્ષો પછી બાલાજી સાથે ફરી કામ કરીન ખુશ છું. મોહિતે પણ આ મામલામાં પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે ટીના મારી સારી મિત્ર છે અને અમારી વચ્ચે બહુ મૈત્રીપુર્ણ સંબંધ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More