Home> Entertainment
Advertisement
Prev
Next

જબરદસ્ત Video : આ સુંદરીઓ છે ફિટનેસપ્રેમી, ઓળખી? 

અવારનવાર જિમની બહાર ક્લિક થાય છે

જબરદસ્ત Video : આ સુંદરીઓ છે ફિટનેસપ્રેમી, ઓળખી? 

નવી દિલ્હી : અભિનેત્રીઓ મલાઇકા અરોરા અને સારા અલી ખાન ફિટનેસ પ્રત્યે ઉંડો લગાવ ધરાવે છે અને અવારનવાર જિમની બહાર ક્લિક થાય છે. હાલમાં મલાઇકા અને સારાનો જિમની અંદર એક્સરસાઇઝ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બંને જબરદસ્ત એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. 

fallbacks

બોલિવૂડની સુપરસ્ટાર મલાઇકાની જેમજેમ વય વધી રહી છે તેમતેમ તે વધારે ફિટ દેખાઈ રહી છે. મલાઇકા નિયમિત રીતે બાંદરા જિમની બહાર તેના વર્કઆઉટ સેશન પછી દેખાય છે. મલાઇકા પોતે ફિટનેસને જાળવવા માટે આકરી મહેનત કરે છે.  મલાઇકા કહે છે કે તે ખુદને હાઇડ્રેટ રાખવા માટે શાકભાજી જ્યૂસ પીએ છે, ખૂબ પાણી પીએ છે અને નારિયેળ પાણી પણ લે છે. તે ગ્રીન ટી પણ પીએ છે. ત્રણ વખત ભારે ખાવાનું ખાવાના બદલે તે થોડા થોડા સમયે કંઇક ને કંઇક ખાતી રહે છે. 

સારાની વાત કરીએ તો 2018ના ડિસેમ્બરમાં તેની પહેલી ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને સારી એવી સફળતા મળી છે. સારાએ થોડા સમયમાં મોટો ચાહકવર્ગ ઉભો કરી લીધો છે. પોતાની આ લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે સારા ફિટનેસ માટે સજાગ બની છે. સારા અલી ખાનના જણાવ્યાં મુજબ વેઈટ લોસ કરવા હેલ્ધી ડાયેટ સાથે નિયમિત પણે વર્કઆઉટ પણ કરવું જોઈએ. નિયમિત વર્કઆઉટથી શરીરની એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે. જો જીમમાં જવું ન ગમતું હોય તો ઘરે પણ સરળ વર્કઆઉટ કરીને વજન ઉતારી શકાય છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More