Home> Entertainment
Advertisement
Prev
Next

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ખુલાસો

Malaika Arora Relationship Status: ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ મલાઈકાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે પહેલીવાર તેમણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે મૌન તોડ્યું છે.

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ખુલાસો

Malaika Arora Relationship Status: ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા સિંઘમ અગેઈનના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે તે સિંગલ છે. પરંતુ દરેક વ્યક્તિ મલાઈકા અરોરાની રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ જાણવા માંગે છે. હવે બ્રેકઅપ બાદ પહેલીવાર રિલેશનશિપ વિશે મલાઈકા એરોરાએ એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હવે તેની રિલેશનશિપની સ્થિતિ કેવી છે.

fallbacks

મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શન પર એક ફની પોસ્ટ શેર કરી છે, જેના પર લખ્યું છે, “અત્યારે મારું રિલેશનશિપ સ્ટેટસ, આ લાઈનની નીચે ત્રણ વિકલ્પ પણ છે, જેમાંથી પહેલો છે 'ઈન રિલેશનશિપ', બીજું 'સિંગલ' અને ત્રીજું પણ 'હેહેહે' લખેલું છે.

સિંગલ કે મિંગલ... મલાઈકા અરોરાની રિલેશનશિપ સ્ટેટસ શું છે?

fallbacks
મજાની વાત એ છે કે અરોરાએ તેના સ્ટેટસ માટે 'હેહેહે' ટિક કર્યું હતું. આ પોસ્ટ મલાઈકા અને તેના એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂરના અલગ થવાના નિર્ણય બાદ આવી છે. કેટલાક લોકો તેને અર્જુન કપૂરના સિંગલ હોવાના નિવેદનની પ્રતિક્રિયા માની રહ્યા છે.

ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ

અર્જુન કપૂર અને મલાઈકાનું બ્રેકઅપ
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ વર્ષ 2018માં ડેટિંગ શરૂ કરી હતી. જો કે, તેમણે ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સુંદર પળોની તસવીરો અને પોસ્ટ શેર કરતા જોવા મળતા હતા. રોમેન્ટિક હોય કે ફની બન્નેની એકબીજા સાથે ઘણી તસવીરો છે.

પિતા માટે કંઈક ખાસ કરવા જઈ રહ્યી છે
નોંધનીય છે કે, તાજેતરમાં જ મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે તે કોઈ ખાસ કામ કરવા જઈ રહી છે, જે તેના સ્વર્ગસ્થ પિતા અનિલ કુલદીપ મહેતાને સમર્પિત કરવામાં આવશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં મલાઈકાના પિતાનું અવસાન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More