નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને જાણીતી ડાન્સર મલાઈકા અરોડા (Malaika Arora) થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થઈ હતી. પાછલા સોમવારે મલાઈકાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, તે કોરોના પોઝિટિવ છે. સાથે તેણે તે પણ જણાવ્યું હતું કે, તે કોરોના વાયરસના પ્રોટોકોલ પ્રમાણે હોમ ક્વોરેન્ટાઇન છે અને કોઈના સંપર્કમાં નથી. પરંતુ હવે મલાઈકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રસપ્રદ વાત લખીને બધાને હસવાની તક આપી છે.
મલાઈકા અરોડાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેનાથી ખ્યાલ આવે છે કે અભિનેત્રી સેલ્ફ આઇસોલેશનમાં ખુબ કંટાળી ગઈ છે અને કોરોના વાળી લાઇફ તેને બોરિંગ બનાવી રહી છે. તેથી મલાઈકાએ ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે, 'કોઈ વેક્સિન શોધી દો ભાઈ, બાકી જવાની નિકળી જશે.' હવે મલાઈકાનો આ મજાકભર્યો અંદાજ તેના ફોલોઅર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોડાના એક દિવસ પહેલા તેનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. બંન્ને લાંબા સમયથી લિવઇનમાં રહે છે. અર્જુને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી શેર કરી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે