Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: મલાઈકાની 'પટાખા' એન્ટ્રી, હેલો હેલો કરીને લગાવ્યાં જબરદસ્ત ઠુમકા

. લાંબા સમય બાદ આ ગીતમાં મલાઈકા અરોરા ફરીથી ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. 'છૈયા છૈયા' અને 'મુન્ની બદનામ હુઈ' તથા 'અનારકલી ડિસ્કો ચલી' જેવા અનેક સુપરહીટ આઈટમ સોંગ કરી ચૂકેલી મલાઈકા એકવાર ફરીથી દેસી અંદાજમાં ઠુમકા લગાવી રહી છે.

VIDEO: મલાઈકાની 'પટાખા' એન્ટ્રી, હેલો હેલો કરીને લગાવ્યાં જબરદસ્ત ઠુમકા

નવી દિલ્હી: વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'પટાખા'નું નવુ ગીત હેલો હેલો રિલીઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ આ ગીતમાં મલાઈકા અરોરા ફરીથી ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. 'છૈયા છૈયા' અને 'મુન્ની બદનામ હુઈ' તથા 'અનારકલી ડિસ્કો ચલી' જેવા અનેક સુપરહીટ આઈટમ સોંગ કરી ચૂકેલી મલાઈકા એકવાર ફરીથી દેસી અંદાજમાં ઠુમકા લગાવી રહી છે. કદાચ પહેલીવાર છે કે મલાઈકા અરોરા મખમલી અવાજની જાદુગર સિંગર રેખા ભારદ્વાજના ગીત પર આઈટમ સોંગ કરી રહી છે. જો કે આ ગીતમાં મલાઈકાના કોસ્ચ્યુમ જોઈને તમને ફરીથી ટ્રેનને છત પર શાહરૂખ ખાન સાથે નાચતી મલાઈકા યાદ આવી જશે. 

fallbacks

'પટાખા' એક દેસી મિટ્ટીમાં રચી બસી ફિલ્મ છે અને ફિલ્મનું આ ગીત પણ તે જ દેસી અંદાજમાં જોવા મળી રહ્યું છે. આ ગીતમાં અવાજ સિંગર રેખા ભારદ્વાજનો છે અને તેના ગીતકાર છે ગુલઝાર. મલાઈકા અરોરાના આ ડાન્સને ગણેશ આચાર્યએ કોર્યોગ્રાફ કર્યો છે. 

ફિલ્મ 'પટાખા' આમ તો વાત કરીએ તો બે એવી સગી બહેનોની વાર્તા છે જે એકબીજાના લોહીની તરસી છે તથા પરસ્પર ખુબ લડાઈ ઝગડા કરે છે. ફિલ્મમાં દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા અને ટીવી અભિનેત્રી રાધિકા મદાન બહેનોની ભૂમિકામાં જોવા મળે છે. 'પટાખા' ફિલ્મમાં કોમેડિયન-એક્ટર સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે પરંતુ તેઓ કોમેડી કરતા જોવા નહીં મળે પરંતુ ખુબ મજેદાર ભૂમિકામાં જોવા મળશે. 'પટાખા' 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More