Home> Entertainment
Advertisement
Prev
Next

50 વર્ષની આ બોલિવૂડ અભિનેત્રીએ ટુ પીસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ Photos

સ્પેનમાં રજાઓ ગાળી રહેલી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી છે. સ્પેનના માર્બેલામાં રજાઓ માણી રહેલી મલાઈકા અરોડાએ નિયોન ગ્રીન ટુ પીસમાં બે તસવીરો શેર કરી છે.

50 વર્ષની આ બોલિવૂડ અભિનેત્રીએ ટુ પીસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ Photos

અહીં અર્જૂન કપૂર  તેની બહેન અંશુલા કપૂર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન એટેન્ડ કરવામાં બિઝી હતો. અર્જૂન કપૂરે અનંત રાધિકાના લગ્નમાં ખુબ ધમાલ મચાવી. બીજી બાજુ મલાઈકા અરોડા સ્પેનમાં રજાઓ ગાળી રહી છે. અર્જૂન કપૂર સાથે બ્રેકઅપના ખબરો વચ્ચે મલાઈકા અરોડાનું આ રીતે એકલા અટુલા રજાઓ ગાળવું એ આવી અફવાઓને વધુ બળ પણ આપી રહ્યું છે. 

fallbacks

સ્પેનમાં રજાઓ ગાળી રહેલી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી છે. સ્પેનના માર્બેલામાં રજાઓ માણી રહેલી મલાઈકા અરોડાએ નિયોન ગ્રીન ટુ પીસમાં બે તસવીરો શેર કરી છે. આ  તસવીરોમાં મલાઈકા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

સ્ટાઈલિશ ગોગલ્સમાં લાગે છે હોટ
પહેલી તસવીરમાં મલાઈકા અરોડાએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરના સનગ્લાસીસ પહેર્યા છે અને સમુદ્રકિનારે પોઝ આપતી જોવા મળે છે. ખુલ્લા વાળ અને નો મેકઅપ લુકમાં મલાઈકા સુંદર લાગે છે. 

fallbacks

કર્વી ફિગર કર્યું ફ્લોન્ટ
બીજી તસવીરમાં મલાઈકા અરોડા પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે જે ડેઝર્ટ એન્જોય કરે છે. આ  તસવીરને શેર કરતા મલાઈકાએ કેપ્શનમાં લખ્યું છે કે 'ડેઝર્સ પીરસી દેવાયું છે.'

fallbacks

સફેદ બોડીકોન ડ્રેસમાં જોવા મળી
આ ઉપરાંત મલાઈકા અરોડાએ અન્ય એક તસવીર પણ શેર કરી છે જેમાં તે સફેદ રંગના બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે. મલાઈકાએ આ તસવીર બેક સાઈડથી શેર કરી છે. જેમાં તેનો ચહેરો દેખાતો નથી. 

fallbacks

અર્જૂન કપૂર સાથે બ્રેકઅપની ખબરો પર ચૂપ્પી
અત્રે જણાવવાનું કે ભલે મલાઈકા અરોડા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ન ગઈ હોય રરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને કપલને શુભેચ્છા પાઠવી છે. જ્યાં એકબાજુ મલાઈકા અરોડા સ્પેનમાં એન્જોય કરી રહી છે ત્યાં બીજી બાજુ તેની પર્સનલ લાઈફ સતત ચર્ચામાં છે. અર્જૂન કપૂર સાથે તેના બ્રેકઅપની અટકળો વહેતી થઈ છે. પરંતુ બંનેમાંથી કોઈનું પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More