Home> Entertainment
Advertisement
Prev
Next

OMG!! એરપોર્ટ પર બોયફ્રેન્ડના હાથમાં હાથ નાખીને ફરતી દેખાઈ સલમાનની ભાભી

 હાલ બોલિવુડમાં પ્રિયંકા અને દીપિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ છેલ્લાં કેટલાક દિવસોથી બોલિવુડના બે સ્ટાર્સને કપલની જેમ જોવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આ કપલે કોઈ પ્રકારની જાહેરાત કરી નથી, પરંતુ અનેકવાર તેમના સંબંધો એવા જોવા મળ્યા છે કે તેના માટે કોઈ ઓફિશિયલ જાહેરાતની જરૂર નથી લાગતી. આ કપલ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. પહેલા આ પ્રેમી જોડું હવે મુંબઈ એરપોર્ટ પર હાથમાં હાથ નાખીને ચાલતુ જોવા મળ્યું છે. તો મીડિયાના કેમેરા સામે આવતા જ બંને અલગ અલગ ગેટથી બહાર નીકળી ગયા હતા.

OMG!! એરપોર્ટ પર બોયફ્રેન્ડના હાથમાં હાથ નાખીને ફરતી દેખાઈ સલમાનની ભાભી

નવી દિલ્હી : હાલ બોલિવુડમાં પ્રિયંકા અને દીપિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ છેલ્લાં કેટલાક દિવસોથી બોલિવુડના બે સ્ટાર્સને કપલની જેમ જોવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી આ કપલે કોઈ પ્રકારની જાહેરાત કરી નથી, પરંતુ અનેકવાર તેમના સંબંધો એવા જોવા મળ્યા છે કે તેના માટે કોઈ ઓફિશિયલ જાહેરાતની જરૂર નથી લાગતી. આ કપલ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. પહેલા આ પ્રેમી જોડું હવે મુંબઈ એરપોર્ટ પર હાથમાં હાથ નાખીને ચાલતુ જોવા મળ્યું છે. તો મીડિયાના કેમેરા સામે આવતા જ બંને અલગ અલગ ગેટથી બહાર નીકળી ગયા હતા.

fallbacks

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મલાઈકા અરોરા પોતાનો સો કોલ્ડ બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને ઈટલીથી મલાઈકાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને પરત ફર્યા છે. બંનેએ એક જ ફ્લાઈટથી મુસાફરી કરી હતી. જોકે, બંને જ્યારે મુંબઈમાં લેન્ડ થયા, તો તેમને સામે ફેન્સની ભીડ મળી હતી. ત્યારે મીડિયાથી બચવા માટે બંનેએ અલગ અલગ ગેટથી નીકળવાનું પસંદ કર્યું હતુ. બંનેના એરપોર્ટ પરથી નીકળતાના વીડિયો પરથી કહી શકાય કે આ સેલિબ્રેશન કંઈક ખાસ રહ્યું હશે.

હાલમાં જ અર્જુન અને મલાઈક એક પ્રોગ્રામમાં સાથે દેખાયા હતા, અને આ સમાચાર મીડિયામાં ફેલાયા હતા. તેમણે એક રિયાલિટી શોમાં હાથ પકડીને એન્ટ્રી કરી અને રિયાલિટી ટીવી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 8’માં એકસાથે ડાન્સ કર્યો હતો. આ પહેલા લેકમે ફેશન વિક 2018માં પણ બંને એકસાથે હાથ પકડીને બેસેલા જોવા મળ્યા હતા.

એટલું જ નહિ, મંગળવારે મલાઈકાના પરત ફર્યા બાદ કરણ જૌહરે શેર કરેલો વીડિયો વધુ વાઈરલ થયો છે. જેમાં કરણ જૌહર મલાઈકાને તેની બર્થડે ટુર વિશે પૂછે છે. તેનો જવાબ આપતા મલાઈકાના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ વર્તાઈ આવે છે કે, તેની ટુર કેવી ગઈ હશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More