Home> Entertainment
Advertisement
Prev
Next

વધુ એક એક્ટરના નિધનના આવ્યા સમાચાર, ઇંડસ્ટ્રીમાં શોકની લહેર

મલયાલમ સિનેમા જગતથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ એક્ટર અનિલ મુરલી (Anil Murali)નું નિધન થઇ ગયું છે. 56 વર્ષના અનિલે ગુરૂવારે મલયાલમ ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલૂગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

વધુ એક એક્ટરના નિધનના આવ્યા સમાચાર, ઇંડસ્ટ્રીમાં શોકની લહેર

નવી દિલ્હી: મલયાલમ સિનેમા જગતથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ એક્ટર અનિલ મુરલી (Anil Murali)નું નિધન થઇ ગયું છે. 56 વર્ષના અનિલે ગુરૂવારે મલયાલમ ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલૂગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અનિલે પોતાના કેરિયરમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ અને પોતાના શાનદાર અભિનયથે દર્શકોના દિલ પર રાજ કર્યો. અનિલના નિધનથી સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

fallbacks

અનિલ મુરલી તિરૂવનંતપુરમથી છે, મુરલીએ પોતાના ફિલ્મી કેરિયર 1993માં 'કન્યાકુમારી ઓરૂ કવિતા'થી શરૂ કર્યું હતું. મુરલીએ મોટાભાગની ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી અને તેમના દરેક અંદાજને ફેન્સએ ખૂબ પ્રશંસા કરી. અનિલે પોતાની પહેલી ફિલ્મથી જ સફળતા મળી હતી. ત્યારબાદ તેમણે કંઇપણ પાછળ વળીને જોયું નહી. એક પછી એક અનિલે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. 
 
રિપોર્ટ્સના અનુસાર અનિલ લીવરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીમાંથી પહેલાં ખરાબ સમાચાર આવી ચૂક્યા છે. એક્ટર વેણુ માધવ અને ચિરંજી સરજાએ પણ થોડા મહિના પહેલાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More