Home> Entertainment
Advertisement
Prev
Next

'તારી કમર પર રોટી શેકવા માંગુ છું' મલ્લિકા શેરાવતને આવું કોણે કહ્યું? નામ જાણી ચોંકશો

મલ્લિકા શેરાવત બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. ફેન્સ તેને આજે પણ એટલી જ પસંદ કરે છે. પરંતુ મલ્લિકાએ તેની કરિયરમાં ઘણું બધુ જોયું છે. 

 'તારી કમર પર રોટી શેકવા માંગુ છું' મલ્લિકા શેરાવતને આવું કોણે કહ્યું? નામ જાણી ચોંકશો

નવી દિલ્હી: મલ્લિકા શેરાવત બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. ફેન્સ તેને આજે પણ એટલી જ પસંદ કરે છે. પરંતુ મલ્લિકાએ તેની કરિયરમાં ઘણું બધુ જોયું છે. મલ્લિકા શેરાવત છાશવારે પોતાની કરિયરને લઈને ખુલાસા કરતી રહે છે. તેણે અનેકવાર પ્રોડ્યૂસર્સની ડિમાન્ડ સંલગ્ન કેટલાક કિસ્સા ગણાવ્યા છે. હવે એક નવા ઈન્ટરવ્યૂમાં તેણે નવો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક પ્રોડ્યૂસર એક હોટ સોંગ માટે અજીબ આઈડિયા લઈને તેની પાસે આવ્યો હતો. 

fallbacks

મલ્લિકા શેરાવતે જણાવ્યું કે પ્રોડ્યૂસરે આઈડિયા આપ્યો હતો કે તેની કમર પર રોટી શેકતા દેખાડવામાં આવે.  TH Love Laugh Live Show માં મલ્લિકા શેરાવાતે ભાગ લીધો હતો. મલ્લિકાએ આ ગીત અંગે વાત કરતા કહ્યું કે તેણે એવા ગીતમાં કામ કરવાની ના પાડી દીધી. તેણે એમ પણ કહ્યું કે આ તેને ફની અને ઓરિજિનલ લાગ્યું હતું. 

મલ્લિકાએ ગીતનો આઈડિયા લઈને આવેલા પ્રોડ્યૂસર અંગે કહ્યું કે, 'તેમણે મને તેમની સોચ વિશે જણાવતા કહ્યું કે, ખુબ હોટ ગીત છે. ઓડિયન્સને કેવી રીતે ખબર પડશે કે તમે હોટ છો? તમે એટલા હોટ છો કે તમારી કપર પર હું રોટી શેકી શકું છું. કઈક અજીબ વાત હતી. શું તમે આવું ક્યારેય સાંભળ્યું છે?'

Taarak Mehta Ka Ooltah Chashmah: 'દયાબેન'ના પતિ પર કેમ ભડકી રહ્યા છે લોકો? થયા ટ્રોલ

ત્યારબાદ મલ્લિકાએ જણાવ્યું કે 'મેં કહ્યું કે હું આવું ક્યારેય નહીં કરું. પરંતુ મને ખબર હતી કે આ ફની હતું. તે ખુબ ઓરિજિનલ આઈડિયા હતો.' મલ્લિકા શેરાવતે એમ પણ કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ભારતમાં શું હોટ ગણાય છે. એટલે સુધી કે તે તેને અજીબ પણ લાગે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે ભારતમાં મહિલાઓના હોટ હોવાનો આઈડિયા ખુબ અજીબ છે. મને એ સમજમાં નથી આવતું. ખરું કહું તો હવે કઈક સારું છે. પરંતુ જ્યારે મે મારી કરિયર શરૂ કરી હતી ત્યારે તે અજીબ હતું. 

મલ્લિકા શેરાવતે ખ્વાઈશ, મર્ડર જેવી ફિલ્મોમાં કામ કરીને ઓળખ મેળવી હતી. તે એક સમયે સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાવવા લાગી હતી. એક ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે પોતાના બોલ્ડ ઓનસ્ક્રિન અવતાર માટે તેને જજ કરાઈ હતી. આ સાથે જ તેના મેલ કોસ્ટાર્સે તેનો ફાયદો ઉઠાવવાની પણ કોશિશ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More