મુંબઈઃ Bigg Boss 17 Contestant: 90 ના દાયકામાં બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીનું કરિયર સારૂ ચાલી રહ્યું હતું પરંતુ અચાનક અભિનેત્રીનું નામ એક એવા વિવાદમાં જોડાયું કે તેનું કરિયર તબાહ થઈ ગયું અને તે સિનેમાજગતમાંથી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે તે જલ્દી બિગ બોસ 17માં જોવા મળી શકે છે.
બિગ બોસ 17માં આવી શકે છે નજર
મમતા કુલકર્ણી ઘણા સમયથી બોલીવુડથી દૂર છે. પરંતુ બિગ બોસ 17ના કન્ટેન્ટન્સના સમાચારો વચ્ચે મમતા કુલકર્ણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મમતા કુલકર્ણીને બિગ બોસ માટે અપ્રોચ કરવામાં આવ્યું છે. પરંતુ મમતા કુલકર્ણીની એન્ટ્રીને લઈને હજુ પુષ્ટિ થઈ શકી નથી.
ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા ઈચ્છે છે મમતા
તેમ માનવામાં આવી રહ્યું છે કે મમતા કુલકર્ણી ઈન્ડસ્ટ્રીમાં ફરી વાપસી કરવા ઈચ્છે છે. તેવામાં બિગ બોસ 17માં તે એન્ટ્રી કરે તો તેના માટે શાનદાર તક હોઈ શકે છે. પરંતુ બિગ બોસમાં એન્ટ્રીને લઈને હજુ સુધી અભિનેત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચોઃ સુશાંત સિંહ રાજપૂતે શા માટે કરી આત્મહત્યા? વર્ષો પછી રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો
15 ઓક્ટોબરથી શરૂ થશે બિગ બોસ 17
બિગ બોસ 17ની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં કન્ટેસ્ટેન્ટ્સના નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઘણા સિતારાના નામ નક્કી છે તો ઘણાના નામોની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણીનું નામ દાઉદ ઇબ્રાહિમના સાથી છોટા રાજન સાથે જોડાયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે એક ફિલ્મમાંથી તેને બહાર કરવામાં આવી હતી પરંતુ છોટા રાજનના કહેવા પર તેને ફરી ફિલ્મ મળી હતી. મમતા કુલકર્ણી રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં બોલ્ડ સીન કરી ખુબ જાણીતી બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે