Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: ન્યૂડ ફોટા બાદ હવે આ અભિનેત્રીના વીડિયોએ મચાવી ધમાલ, લોકો ખુબ ભડક્યા

થોડા સમય પહેલા પોતાના ન્યૂડ ફોટાને પોસ્ટ કરીને હોબાળો મચાવનારી અભિનેત્રી મંદાના કરીમીના વીડિયોથી હવે વિવાદ ઊભો થયો છે.

VIDEO: ન્યૂડ ફોટા બાદ હવે આ અભિનેત્રીના વીડિયોએ મચાવી ધમાલ, લોકો ખુબ ભડક્યા

મુંબઈ: થોડા સમય પહેલા પોતાના ન્યૂડ ફોટાને પોસ્ટ કરીને હોબાળો મચાવનારી અભિનેત્રી મંદાના કરીમીના વીડિયોથી હવે વિવાદ ઊભો થયો છે. આ વીડિયો જોઈને લોકો મંદાનાની ટીકા કરવા  લાગ્યા છે. જો કે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો છે. જેમાં મંદાના પોતાના ખાસ મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બ્લેક કલરના બિકીની ટોપ અને શોર્ટ્સમાં મંદાના ડાન્સ કરતા કરતા સિગારેટના કશ મારી રહી છે. 

fallbacks

આ વીડિયોને મંદાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. મંદાનાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર લોકોને પસંદ આવી રહ્યો નથી. તેઓ મંદાનાને બેશર્મ કહેવા માંડ્યા અને સલાહ આપવાની શરૂ કરી દીધી. લોકોએ જાહેરમાં સ્મોકિંગનો વીડિયો પોસ્ટ કરવા બદલ મંદાનાને ખુબ સંભળાવ્યું અને કહ્યું કે જ્યારે સ્મોકિંગ છોડી શકતી નથી તો દુનિયાને ફિટનેસ અંગે શું કામ જણાવે છે. 

 

Dance all night sleep all day #weekend 👾👻

A post shared by Mandanakarimiofficial (@mandanakarimi) on

અનેક યૂઝર્સે મંદાનાને સિગારેટ છોડવાની સલાહ આપી અને કહ્યું કે કેટલાય યુવાઓ તેને ફોલો કરે છે આથી તેણે સ્મોકિંગ છોડી દેવું જોઈએ. અત્રે જણાવવાનું કે મંદાના કરીમી હાલ સિંગલ લાઈફ જીવી રહી છે. આ અગાઉ તે પતિ ગૌરવ ગુપ્તા સાથેના ઝગડાને કારણે ચર્ચામાં હતી. પતિ વિરુદ્ધ તેણે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. મંદાનાએ ધર્મ બદલીને ગૌરવ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ ટકી શક્યા નહીં. 

મંદાના બિગ બોસમાં પણ જોવા મળી હતી. તેણે રોય, ભાગ જોની, મેં ઔર ચાલ્સ તથા ક્યા કૂલ હૈ હમ 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ મંદાના પાસે કોઈ કામ નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

 

Stuck in #mumbaitraffic thinking about this day 🙄 #mumbaikibaarish

A post shared by Mandanakarimiofficial (@mandanakarimi) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More