Home> Entertainment
Advertisement
Prev
Next

Marjaavaan Movie Review: મરજાવા મૂવી રિવ્યૂ- પ્રેમ, લાગણી અને બદલાનું મિશ્રણ...

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને રિતેશ દેશમુખ(Ritesh Deshmukh) ની જોડી એકવાર ફરીથી લોકોની સામે ‘મરજાવા’ (Marjaavaan) માં સામે આવી છે. આ પહેલા આ જોડી 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા સક્ષમ રહી હતી. તો નિર્દેશક મિલાપ ઝવેરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મરજાવા’ આજે 15 નવેમ્બરના રોજ ફિલ્મી સ્ક્રીન પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતરિયા, નાસર અને રકુલ પ્રિત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.

Marjaavaan Movie Review: મરજાવા મૂવી રિવ્યૂ- પ્રેમ, લાગણી અને બદલાનું મિશ્રણ...

નવી દિલ્હી :બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને રિતેશ દેશમુખ(Ritesh Deshmukh) ની જોડી એકવાર ફરીથી લોકોની સામે ‘મરજાવા’ (Marjaavaan) માં સામે આવી છે. આ પહેલા આ જોડી 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા સક્ષમ રહી હતી. તો નિર્દેશક મિલાપ ઝવેરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મરજાવા’ આજે 15 નવેમ્બરના રોજ ફિલ્મી સ્ક્રીન પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતરિયા, નાસર અને રકુલ પ્રિત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.

fallbacks

Video : ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ બંને હાથમાં ખુલ્લી તલવાર સાથે કર્યા કરતબ

fallbacks

હવે વાત ફિલ્મ મરજાવાની સ્ટોરીની કરીએ તો ફિલ્મમાં કંઈ પણ નવુ જોવા નથી મળતુ. પ્રેમ, મહોબ્બત, ઈમોશન અને બદલા... આ બધુ જ હોવા છતા પણ ફિલ્મ ક્યાંકને ક્યાંક નબળી પડતી દેખાય છે. કેમ કે, આ પ્રકારની વાર્તાઓ પર આપણે ઢગલાબંધ ફિલ્મો બનેલી જોઈ ચૂક્યા છે. હકીકતમાં, ફિલ્મની સ્ટોરી ટેન્કર માફીયા કિંગ અન્ના (નાસર), રઘુ (સિદ્ધાર્થ મલ્હોત્રા), અન્ની દીકરો વિષ્ણુ (રિતેશ દેશમુખ), બાર ડાન્સર આરજૂ (રકુલ પ્રીત સિંહ) અને ઝોયા (તારા સુતરીયા) પર કેન્દ્રિત છે. નાસરનો રઘુ બાળપણમાં જ ગટરની પાસે મળ્યો હતો અને બાળપણમાં જ રઘુને નાસરે પોતાના દીકરીની જેમ ઉછેર્યો. તેથી રઘુ પણ નાસરની કોઈ જ વાત કાપતો ન હતો. તે ગુનાના મામલામાં તથા તમામ ખૂનખરાબામાં અન્નાનો રાઈટ હેન્ડ રહ્યો છે.  

સતત 5 દિવસથી ધ્રૂજી રહી છે દક્ષિણ ગુજરાતની ધરા, વાંસદામાં 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

fallbacks

પરંતુ નાસરના રિયલ દીકરા વિષ્ણુને આ વાતની બહુ જ બળતરા થતી હોય છે. ત્રણ ફૂટની હાઈટ ધરાવતા વિષ્ણુને હંમેશા આ વાત સતાવે છે કે, સમગ્ર વિસ્તારમાં માત્ર રઘુની જ ચર્ચા થતીર હે છે. વિષ્ણુ આ કારણથી રઘુની નફરત કરતો હોય છે. આ વચ્ચે રઘુની મુલાકાત કાશ્મીરથી આવેલી એક મૂક યુવતી ઝોયા સાથે થાય છે અન તે તેને પ્રેમ કરવા લાગે છે. સંગીત પ્રેમી તારાની સાથે રઘુની મિત્રતા આગળ વધલા લાગે છે. પરંતુ વિષ્ણુ આ દરમિયાન એવી પરિસ્થિતિ પેદા કરે છે કે, ખુદ રઘુને જ ઝોયાને ગોળી મારવી પડે છે. તેના બાદથી રઘુની આખી લાઈફ પલટાઈ જાય છે. તે હવે માત્ર એક જીવતો લાશ બનીને રહી જાય છે અને બીજી તરફ વિષ્ણુની દાદાગીરી વધતી જાય છે. 

દીકરી જાગતી હોવાથી પત્નીએ શારીરિક સબંધ બાંધવા ના પાડી... અડધી રાત્રે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

fallbacks

વિષ્ણુના આતંકથી મહોલ્લાના લોકો અને રઘુના મિત્રો, જેમાં ડાન્સ બાર આરજુ (રકુલ પ્રીત સિંહ) નું નામ પણ સામેલ છે. બધાને બહુ જ તકલીફોનો સામનો કરવો પડે છે. શું રઘુ ફરીથી તેના ઓરિજિનલ રૂપમાં પરત ફરશે, શું તે તેની પ્રેમિકા ઝોયાનો બદલો લેશે, શું વિષ્ણુના જુલ્મથી તે પોતાના મિત્રોને બચાવી શકશે...આ તમામ સવાલોનો જવાબ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવા જવુ પડશે. આમ તો ફિલ્મના ગીતો તમને જરૂરથી ઈમોશનલ કરી દેશે. તેના કેટલાક ગીતો સોશિયલ મીડિયા પર પહેલેથી જ પોપ્યુલર બની ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More