Home> Entertainment
Advertisement
Prev
Next

Coronavirusના કારણે આ હોલિવૂડ સુપરસ્ટારનું કરૂણ નિધન, વિગત જાણ્યા બાદ નીકળશે હાયકારો

હોલિવૂડ સુપરસ્ટાર માર્ક બ્લમ (mark blum)નું 69 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે

Coronavirusના કારણે આ હોલિવૂડ સુપરસ્ટારનું કરૂણ નિધન, વિગત જાણ્યા બાદ નીકળશે હાયકારો

મુંબઈ : હોલિવૂડ સુપરસ્ટાર માર્ક બ્લમ (mark blum)નું 69 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે. માર્કની પત્ની જેનેટ જેરિશે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જેનેટે જણાવ્યું, મારા પતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ આવેલાં કોમ્પ્લિકેશન્સને કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. માર્કે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે છેલ્લે નેટફ્લિક્સની સૌથી ચર્ચિત વેબ સીરિઝ YOUમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. આ સીરિઝ ખૂબ જ લોકપ્રિય છે. તેની બે સીઝન અત્યાર સુધી રિલીઝ થઈ ચૂકી છે અને હવે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 

fallbacks

માર્કના નિધન વિશે SAG-AFTRAના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસીડન્ટ રેબેકા ડેમને પણ નિવેદન આપતા જણાવ્યું છે કે અમારા મિત્ર અને બોર્ડના પૂર્વ મેમ્બર માર્ક બ્લમનું કોરોના વાયરસના સંક્રમણથી નિધન થઈ ગયું છે. માર્ક એક ડેડિકેટેડ એક્ટર હતા અને 2007થી લઈને 2013 સુધી તેઓ અમારી સાથે જ રહ્યાં છે. તેમણે થાક્યા વિના હમેશાં પૂરજોશમાં કામ કર્યું છે અને તેઓ એક કમાલના એડવોકેટ પણ હતા. 

માર્કે ન્યૂયોર્ક થિયેટર કોમ્યુનિટીના ઉત્થાન માટે ઘણું બધું કર્યું. જૂનિયર આર્ટિસ્ટે તેમની પાસેથી ઘણું બધું શીખ્યા છે અને સિનેમા જગતમાં તેમનું યોગદાન બહુ મહત્વનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More