Home> Entertainment
Advertisement
Prev
Next

આ એક્ટ્રેસે કર્યા ગુપચુપ લગ્ન, પહેલી જ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ અવોર્ડ

બંગાળી રીત રિવાજ પ્રમાણે આ લગ્ન કરવામાં આવ્યા છે

આ એક્ટ્રેસે કર્યા ગુપચુપ લગ્ન, પહેલી જ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ અવોર્ડ

નવી દિલ્હી : બોલિવૂડમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. વર્ષના છેલ્લા મહિનામાં અનેક સેલિબ્રિટીઓએ લગ્ન કર્યા છે. અદિતી ગુપ્તા અને પારુલ ચૌધરી પછી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદે પણ ગુપચુપ રીતે બંગાળી રિવાજથી લગ્ન કરી લીધા છે. શ્વેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેડિંગની તસવીર શેયર કરી છે. 

fallbacks

શ્વેતા બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે પરણી છે. શ્વેતાએ બોલિવૂડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ 'મકડી' ફિલ્મથી એન્ટ્રી લીધી હતી. શ્વેતાની આ ફિલ્મને 2002માં નેશનલ અવોર્ડ મળ્યો હતો. 

શ્વેતા બાસુ પ્રસાદ અને રોહિત મિત્તલ વચ્ચે ચાર વર્ષથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીાધો છે. શ્વેતા અને રોહિત લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને હવે તેમણે લગ્ન કરી લીધા છે. આ બંનેએ જૂન મહિનામાં સગાઈ કરી હતી. શ્વેતાએ 'મકડી' સિવાય ‘ઇકબાલ’, ‘વાહ! લાઇફ હો તો ઐસી’ અને ‘ડરના જરૂરી હૈં’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય શ્વેતા ટીવી અને સાઉથની જાણીતી ફિલ્મ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More