મુંબઈ : બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય 13 નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. 14 તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને 15 તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે.ૉ
દીપિકા-રણવીરના ઈટાલી પહોંચવાની સાથે જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ઈટલીના લેક કોમોની હોવાનો દાવો કરાયો છે. તસવીરમાં બેરિકેડ્સ પાછળ કેટલાક લોકો ડેકોરેશન કરી રહ્યા છે. તસવીરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, લેક કોમોમાં દીપિકા-રણવીરના લગ્નની તૈયારીઓ…
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે