Home> Entertainment
Advertisement
Prev
Next

ગોવિંદાના ગીત પર નિક જોનસનો ડાન્સ સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ, વાયરલ થઇ રહ્યો છે VIDEO

સોશિયલ મીડિયા પર હાલમાં નિક જોનસનો એક ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાના ગીત 'મેરી પેંટ ભી સેક્સી' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ નિકનું એક ગીત Cool રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ગીત પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે, તેમાંથી એક છે ગોવિંદાનું ગીત 'મેરી પેન્ટ ભી સેક્સી' જેના પર નિકનો ડાન્સ મેશઅપ કરવામાં આવ્યો છે, જેને જોઇને દરેક હસી હસી લોટપોટ થઇ રહ્યા છે. 

ગોવિંદાના ગીત પર નિક જોનસનો ડાન્સ સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ, વાયરલ થઇ રહ્યો છે VIDEO

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં નિક જોનસનો એક ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાના ગીત 'મેરી પેંટ ભી સેક્સી' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ નિકનું એક ગીત Cool રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ગીત પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે, તેમાંથી એક છે ગોવિંદાનું ગીત 'મેરી પેન્ટ ભી સેક્સી' જેના પર નિકનો ડાન્સ મેશઅપ કરવામાં આવ્યો છે, જેને જોઇને દરેક હસી હસી લોટપોટ થઇ રહ્યા છે. 

fallbacks

જોનસ બ્રધર્સના આ ગીત પર લોકોએ ગોવિંદાના ગીતને ફિટ કરી દીધો છે અને ઓડિયોને 'મેરી પેન્ટ ભી સેક્સી'થી રિપ્લેસ કરી દીધો છે. એવામાં હોલીવુડ અને બોલીવુડનું મિક્સઅપ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. જેના લીધે લોકો તેને ખૂબ અશેર કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે જોનસ બ્રધર્સે 'સકર' મ્યૂઝિક વીડિયો રિલીઝ કર્યો હતો, જેને મ્યૂઝિક ઇંડસ્ટ્રીમાં જોરદાર ધૂમ મચાવી હતી અને ત્યારબાદ રિલીઝ થયું 'cool'. એવામાં આ મ્યૂઝિક વીડિયોના એડિટેડ વર્જને ઇન્ડીયામાં ધૂમ મચાવી રાખી છે.

તમને જણાવી દઇએ કે Sucker માં જોનસ બ્રધર્સ સાથે પ્રિયંકા ચોપડા અને સોફી ટર્નર પણ જોવા મળી હતી. જેમાં તે એકદમ સુંદર અને ગોર્જિયસ લાગી રહી છે. આ મ્યૂઝિક વીડિયોમાં પ્રિયંકાએ પહેલીવાર નિક જોનસ સાથે સ્ક્રીન શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે આ સોંગનું શૂટિંગના બિહાઇન્ડ ધ સીનના ફોટોઝ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. તમને જણાવી દઇએ કે આ ગીતમાં 80ના દાયદાની ફેશનને બતાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More