Home> Entertainment
Advertisement
Prev
Next

હવે 'આ'  બનશે આમિર ખાનની હિરોઇન, મોડી રાત્રે દેખાઈ તેના ઘરમાં 

મંગળવારે ટોચની એક્ટ્રેસે આમિરના ઘરની મુલાકાત લીધી હતી

હવે 'આ'  બનશે આમિર ખાનની હિરોઇન, મોડી રાત્રે દેખાઈ તેના ઘરમાં 

નવી દિલ્હી : મિસ્ટર પર્ફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન સાથે કામ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે. આ સંજોગોમાં આમિરના નવા પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે. હાલમાં બોલિવૂડની એક એક્ટ્રેસ આમિરના ઘરે મોડી રાત્રે જોવા મળી હતી. આ મુલાકાત પછી તે આમિરની આગામી ફિલ્મની હિરોઇન હોવાની ચર્ચા ચાલી છે. 

fallbacks

fallbacks

હાલમાં એક તરફ દીપિકા અને રણવીરના લગ્ન થઈ રહ્યા છે ત્યારે ફિલ્મ 'પદ્માવત'માં રણવીરની પત્ની મેહરુનિસ્સાનો રોલ કરનાર અદિતી રાવ હૈદરી પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. હાલમાં અદિતી ફિલ્મસ્ટાર આમિરના ઘરે પહોંચી હતી. તે લગભગ 2-3 કલાક ત્યાં રોકાઈ હતી પણ તેણે આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી. હાલમાં આમિર પોતાની આગામી ફિલ્મના કાસ્ટિંગમાં વ્યસ્ત છે. 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની રિલીઝ પછી આમિર પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. 

આમિરની આગામી ફિલ્મોમાં મુગલ,ઓશો પર બની રહેલી બાયોપિક અને રાકેશ શર્માની બાયોપિક તેમજ મહાભારત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં આમિર હિરો હોવાનું તો ફાઇનલ છે પણ હિરોઇનોના નામ જાહેર નથી કરવામાં આવ્યા. આ સંજોગમાં અદિતી અને આમિરની મુલાકાત ચર્ચાનો મુદ્દો બની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More