મુંબઈઃ IIFA એવોર્ડનો(IIFA Award 2019) 20મો સમારોહ બુધવારે મુંબઈમાં યોજાઈ ગયો. આ ઈવેન્ટમાં બોલિવૂડનાં(Bollywood) ટોચનાં કલાકારો સલમાન ખાનથી(Salman Khan) માંડીને નવી પેઢીના સારા અલી ખાન સુધીની સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. ફિલ્મી સિતારાઓના વેલકમ માટે પાથરવામાં આવેલી રેડ કાર્પેટ પર દરેક કલાકારે આગવી અદામાં પ્રવેશ કર્યો હતો. આ રેડ કાર્પેટ પર એક મહેમાન અચાનક જ આવી ચડ્યા અને તેમણે સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.
એટલું જ નહીં, એક એન્કર તો એટલી ઉત્સાહિત થઈ ગઈ કે તેણે આ નવાગંતુકનો સ્પેશિયલ 'ઈન્ટરવ્યૂ' પણ લઈ નાખ્યો હતો. આ નવાગંતુક બીજું કોઈ નહીં પરંતુ એક દેશી કૂતરો હતો. એવોર્ડ સમારોહ સ્થળની આજુ-બાજુમાં ભટકતો આ કુતરો અચાનક જ રેડ કાર્પેટ પર આવી ચડ્યો હતો.
ટીવી અભિનેત્રી અદિતી ભાટીયાએ IIFA એવોર્ડ સમારોહ સ્થળે રેડ કાર્પેટ પર પ્રવેશી ગયેલા આ કૂતરાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતે કુતરાનો 'ઈન્ટરવ્યૂ' પણ લઈ રહી છે. કુતરો પણ ઉત્સાહિત થઈને અદિતી સાથે હાથ મિલાવી રહ્યો છે. અદિતીએ વીડિયોને કેપ્શન આપ્યું છે 'Spread Love'.
નવા પોસ્ટરમાં જોવા મળ્યો સિદ્ધાર્થ અને રિતેશનો જોરદાર અંદાજ, આ દિવસે રિલીઝ થશે 'મરજાવા'
જોતજોતામાં જ અદિતીનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાન પર આવી ગયો. અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોઈ નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની સેલિબ્રિટીઝથી ભરપૂર આ સમારોહમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દિપીકા પાદુકોણ, રણવીર સિંઘ, માધુરી દિક્ષીત, સારા અલી ખાન, રેખા, શાહીદ કપૂરથી માંડીને નવી-જુની પેઢીનાં તમામ અભિનેતા-અભિનેત્રીઓએ હાજરી આપી હતી.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે