Home> Entertainment
Advertisement
Prev
Next

લતા મંગેશકર ન મળ્યા મોદી સરકારની સફળતા ગણાવવા આવેલા અમિત શાહને કારણ કે...

અમિત શાહ મુંબઈમાં ઉદ્યોગપતિ રતન તાતા અને એક્ટ્રેસ માધુરી દીક્ષિતને મળ્યા છે

લતા મંગેશકર ન મળ્યા મોદી સરકારની સફળતા ગણાવવા આવેલા અમિત શાહને કારણ કે...

મુંબઈ : ટોચના ગાયિકા લતા મંગેશકરની તબિયત આજે એકાએક ખરાબ થઈ હતી. આ કારણોસર આજે તેમની અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સાથે આજે યોજાનાર મુલાકાત રદ થઈ ગઈ છે. અમિત શાહે પોતાની પાર્ટીના 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન અંતર્ગત આજે તેમને મળવાના હતા. 

fallbacks

Viral Video : ટાઇગર શ્રોફનો લેટેસ્ટ ડાન્સ છે જબરદસ્ત, એક મિનિટ કાઢીને જોઈ જ લો

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા. તો બપોર બાદ ભાજપના અધ્યક્ષે રતન તાતા સાથે મુલાકાત કરી છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. આ  પહેલા અમિત શાહે પૂર્વ સેના અધ્યક્ષ દલબીર સિંહ સુહાગ, ક્રિકેટર કપિલ દેવ અને યોગ ગુરૂ બાબા રામદેવ સાથે મુલાકાત કરી હતી.

અમિત શાહની મુંબઈ મુલાકાતનો હેતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષના શાસનના દેખાવ અંગે શહેરની નામાંકિત વ્યક્તિઓને મળીને એમનું સમર્થન મેળવવાનો છે. સરકાર માટે દેશભરમાંથી સમર્થન મેળવવા માટે એમણે ‘સમર્થન માટે સંપર્ક’ ઝુંબેશ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More