Home> Entertainment
Advertisement
Prev
Next

Viral Video: મેટ ગાલા 2019માં પડતા પડતા બચી દીપિકા પાદૂકોણ

મેટગાલા 2019માં પોતાના બાર્બી અવતારથી બધાનું ધ્યાન ખેંચનાર અભિનેત્રી દીપિકા પાદૂકોણ હોટલની લોબીમાં રેડ વાઈન પીતી પીતી જતી હતી અને અચાનક પોતાના જ ડ્રેસ પર ફસડાતા પડતા પડતા બચી.

Viral Video: મેટ ગાલા 2019માં પડતા પડતા બચી દીપિકા પાદૂકોણ

નવી દિલ્હી: મેટગાલા 2019માં પોતાના બાર્બી અવતારથી બધાનું ધ્યાન ખેંચનાર અભિનેત્રી દીપિકા પાદૂકોણ હોટલની લોબીમાં રેડ વાઈન પીતી પીતી જતી હતી અને અચાનક પોતાના જ ડ્રેસ પર ફસડાતા પડતા પડતા બચી. 

fallbacks

ગાલા ઈવેન્ટના પડદા પાછળનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ફેન પેજે ઓનલાઈન પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા હોટલની લોબીમાં ઘૂમી રહી છે. જુઓ વીડિયો...

કેટલાક લોકો જૈક પોઝેનનો લાંબો સ્ટ્રેપલેસ ગુલાબી ગાઉન પહેરેલી દીપિકાને મદદ કરી રહ્યાં છે. આ દરમિયાન અચાનક તે પડતાવાની તૈયારીમાં જ હતી અને પછી પોતાની જાતને સંભાળી લે છે. 

વીડિયોમાં તેના હાથમાં રેડ વાઈનનો ગ્લાસ છે અને તે સ્ટ્રો દ્વારા વાઈન પીતી જોવા મળી રહી છે. આ વર્ષે મેટ ગાલાની થીમ 'કેમ્પ: નોટ્સ ઓન ફેશન' હતી. આ ઈવેન્ટમાં દીપિકાએ ત્રીજીવાર ભાગ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More