Home> Entertainment
Advertisement
Prev
Next

પૈસાની તંગીએ બનાવ્યા હતા ચોકીદાર, હવે બિપાશા બસુની ફિલ્મમાં જોવા મળશે આ અભિનેતા

સિંગર મીકા સિંહ પોતાની અપકમિંગ ફિલ્મમાં સવી સિદ્ધૂને કામ આપ્યું છે. 

પૈસાની તંગીએ બનાવ્યા હતા ચોકીદાર, હવે બિપાશા બસુની ફિલ્મમાં જોવા મળશે આ અભિનેતા

નવી દિલ્હીઃ ગ્લેમરની દુનિયામાં ક્યારે કોનો સિતારો ઝાંખો પડી જાય તેનો ખ્યાલ રહેતો નથી. થોડા દિવસોથી ચર્ચામાં રહેલા અભિનેતા સવી સિદ્ધૂને પૈસાની તંગીને કારણે ચોકીદારીનું કામ કરવું પડી રહ્યું હતું. જ્યારે આ સમાચાર સામે આવ્યા તો બોલીવુડના ઘણા મોટા કલાકારો સવીની મદદ માટે સામે આવ્યા છે. આ વચ્ચે ચર્ચા છે કે સિંગર મીકા સિંહે પોતાની અપકમિંગ ફિલ્મમાં સવી સિદ્ધૂને કામ આપ્યું છે. આ ફિલ્મમાં સવી સિદ્ધૂ સિવાય અભિનેત્રી બિપાશા બસુ પણ જોવા મળશે. 

fallbacks

મીકા સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, હું સવી સિદ્ધૂને મળવા ઈચ્છું છું. હું તેને ઓળખતો નથી પરંતુ તેમની મદદ કરવા ઈચ્છું છું. 

મહત્વનું છે કે, એક્ટરમાંથી વોચમેન બનેલા સવી સિદ્ધૂની કહાની ગત સપ્તાહમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. બોલીવુડમાં ગુલાલ, બ્કેલ ફ્રાઇડે, પટિયાલા હાઉસ જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સવી સિદ્ધૂ થોજા સમયથી તંગીમાં જીવી રહ્યાં હતા. જ્યારે તેમનો વીડિયો વાયરલ થયો તો ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકોએ પોતાની આ જિંદાદિલીને સલામ કરતા તેમની મદદ કરી છે. 

વાયરલ વીડિયોમાં અભિનેતાએ જણાવ્યું કે, તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો. તેવામાં તેમણે વોચમેનનું કામ શરૂ કરી દીધું હતું. વાયરલ વીડિયો બાદ મીકા સિંહ સવી સીદ્ધૂને ભૂષણ પટેલની અપકમિંગ ફિલ્મ આદતમાં રોલ ઓફર કર્યો છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More