નવી દિલ્હી: ફિટનેસ આઈકન ગણાતા સુપરમોડલ અને અભિનેતા મિલિન્દ સોમણ(Milind Soman)નું નામ આજે એ હસ્તીઓમાં સામેલ છે જેના અંગે લોકો રજેરજની માહિતી મેળવવા માંગતા હોય છે. ખાસ કરીને મિલિન્દ સોમણ અને તેની પત્ની અંકિતા (Ankita Konwar)ની લવ સ્ટોરી. આજે મિલિન્દ 54 વર્ષનો થઈ ગયો છે પરંતુઆવો તેના જન્મદિવસે આપણે જાણીએ કે આ અડોરેબલ અને રોમેન્ટિક કપલની પહેલી મુલાકાત અને પ્રેમથી લઈને લગ્ન સુધીની સફર કેવી રહી....
મિત્રતા અને પ્રેમ પર બ્લોગ
લગ્નના લગભગ એક વર્ષ બાદ અંકિતાએ મિલિન્દ સાથે પોતાની દોસ્તી અને પ્રેમને લઈને એક બ્લોગ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે પોતાની લવસ્ટોરી વિસ્તારથી લખી હતી.
નાઈટ ક્લબમાં જોયો
અંકિતાએ લખ્યું હતું કે મે દશ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો અને એર એશિયામાં કામ કરવા લાગી હતી. તે સમયે મારા બોયફ્રેન્ડનું અચાનક નિધન થવાથી હું તૂટી ગઈ હતી. થોડા મહિના બાદ મારું પોસ્ટિંગ ચેન્નાઈમાં થયું. હું એક હોટલમાં હતી ત્યારે જ મેં મિલિન્દને જોયો. હું તેની મોટી પ્રશંસક હતી. હું તેમને હેલો કહેવા ગઈ પરંતુ તેઓ વ્યસ્ત હતાં. થોડા દિવસ બાદ મેં તેમને હોટલના નાઈટ ક્લબમાં ફરીથી જોયાં.
વાત આગળ વધી
ત્યારબાદ અંકિતાએ જણાવ્યું કે અમે એકબીજાને જોઈ રહ્યાં હતાં. મેં તેમને કહ્યું કે મારી સાથે ડાન્સ કરશો તો તેઓ તરત માની ગયા હતાં. થોડા સમય બાદ તેઓ મને શોધતા આવ્યાં અને મારો નંબર માંગ્યો. ત્યારબાદ અમે સતત મેસેજ કરવા લાગ્યા અને મળવા લાગ્યાં હતાં.
પાંચ વર્ષ સુધી ડેટ કરી
પરંતુ લગ્નનો નિર્ણય લેવો અઘરો હતો. આથી અમે પહેલા પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યું. અમારા એજ ગેપને લઈને મારા પરિવારના લોકો થોડા પરેશાન હતાં. પરંતુ અમારા માટે આ કોઈ ઈશ્યુ નહતો. જ્યારે તેમણે અમને એક બીજા સાથે ખુશ જોયા તો તેઓ પણ રાજી થઈ ગયાં.
22 એપ્રિલ 2018ના રોજ થયા લગ્ન
અત્રે જણાવવાનું કે 22 એપ્રિલના રોજ મિલિન્દ સોમણ તેનાથી 25 વર્ષ નાની અંકિતા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. આ તેના બીજા લગ્ન હતાં. મિલિન્દે પહેલા લગ્ન એક ફ્રેન્ચ અભિનેત્રી Mylene Jampanoi સાથે કર્યા હતાં. વર્ષ 2006થી 2008 સુધી આ લગ્ન ટક્યા અને ત્યારબાદ ડિવોર્સ થઈ ગયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે