નવી દિલ્હી: લાગે છે કે મિલિન્દ સોમન, અક્ષય કુમારના માર્ગ પર ચાલી પડ્યો છે. એક્ટર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી સોમવારે રિલીઝ થઈ. ફિલ્મને આશા છે કે એટલી પ્રશંસા મળી નહીં. હવે આ વચ્ચે મિલિન્દ સોમને એક તસવીર પોસ્ટ કરી તમામને ચોંકાવી દીધા છે. આ ફોટામાં મિલિન્દ, અક્ષયના લક્ષ્મીવાળા રૂપમાં જોવા મળી રહ્યો છે.
હવે લાગે છે કે, મિલિન્દ પણ લક્ષ્મી ફિલ્મના મુખ્ય રોલ જેવો જ કોઈ રોલ નિભાવવા જાઈ રહ્યો છે. તેણે તેના આ નવા પ્રોજેટ્કટની જાણકારી ટ્વીટ કરી આપી છે. તેણે ટ્વીટ કરી એક અડધો ફોટો શેર કર્યો છે, આ પ્રોજેક્ટને લઇને મિલિન્દ ઘણો ઉત્સાહિત છે.
આ પણ વાંચો:- એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બની 'બિઝનેસ વુમન', આ ઓનલાઇન ગેમિંગમાં ખરીદ્યો ભાગ
મિલિન્દે તેની આ એક તસવીર શેર કરી છે. તેમાં તેની આંખ જોવા મળી રહી છે. નાકમાં મિલિન્દે નથણી પહેરી છે, સાથે આંખમાં કાજલ પણ લગાવ્યું છે. ફોટો જોઇને લાગે છે કે, મિલિન્દ આ રુપમાં તેના લાંબા વાળ છે અને ચહેરા પર લાલ રંગ જોવા મળી રહ્યો છે. આ લુકને જોઇ તમામ લોકો જાણવા માંગે છે કે, આખરે મિલિન્દ એવો કયો રોલ નિભાવવી રહ્યો છે. જો કે, હજી સુધી મિલિન્દે તેના આ લુક અંગે કોઇ ખુલાસો કર્યો નથી.
Spent the last few days in Karjat near Mumbai, now off to Chennai :) I know its not Holi but when you have the opportunity to act, you don't question time and space .. pic.twitter.com/wjC16RLnBQ
— Milind Usha Soman (@milindrunning) November 10, 2020
ટ્વીટમાં મિલિન્દે કહ્યું, મેં મુંબઇ નજીક કર્જતમાં થોડા દિવસ વિતાવ્યા, હવે ચેન્નાઈ જઈ રહ્યો છું... હું જાણું છું કે હોળી નથી, પરંતુ જ્યારે તેમને એક્ટિંગ કરવાનો ચાન્સ મળે તો મને સવાલ પૂછવાનો સમય અને જગ્યા મળતી નથી. મિલિન્દની આ ટ્વીટને જોઇ લોોકો અંદાજ લગાવી રહ્યાં છે કે, લગભગ મિલિન્દ પણ અક્ષય કુમાર જેવો કોઈ રોલ નિભાવવા જઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે