Home> Entertainment
Advertisement
Prev
Next

First Pic : ઓળી ઝોળી પીપળ પાન, શાહિદ-મીરાએ દીકરાનું પાડ્યું નામ

મીરા રાજપૂતે હાલમાં બીજા સંતાનને જન્મ આપ્યો છે

First Pic : ઓળી ઝોળી પીપળ પાન, શાહિદ-મીરાએ દીકરાનું પાડ્યું નામ

મુંબઈ : બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ગયો છે. તેમની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર, બુધવારના રોજ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. શાહિદ પહેલાંથી જ એક મીશા નામની પુત્રી છે. મીરાએ આ પહેલાં 26 ઓગસ્ટ, 2016ના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ, 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. 

fallbacks

fallbacks

દીકરાના જન્મ પછી શાહિદ અને મીરાની દીકરા અને દીકરી સાથેના પર્ફેક્ટ પરિવારની પહેલી તસવીર સામે આવી છે. દીકરાને જન્મ આપ્યા બાદ શુક્રવારે મીરા રાજપૂતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી. ત્યાર બાદ તે પોતાના ન્યૂબોર્ન બેબી સાથે મીડિયા સામે આવી. મીરા રાજપૂત અને શાહિદ કપૂરે પોતાના દીકરાનું નામ પસંદ કરી લીધું છે. શાહિદ કપૂરે ટ્વીટ કરીને માહિતી આપી કે તેમણે દીકરાનું નામ ઝેન કપૂર રાખ્યું છે.

શાહિદની આ પોસ્ટ પર અભિષેક બચ્ચને ટ્વીટ કરતા કહ્યું કે, મીરા, મીશા અને તમને ખૂબ-ખૂબ અભિનંદન. નાના બાળકને ભગવાન આશીર્વાદ આપે. શાહિદે પોતાના દીકરાનું ઝેન નામ રાખ્યું છે. ઝેન (Zain) શબ્દનો અર્થ અરબી ભાષામાં દેવીની કૃપા કે સુંદરતા એવો થાય છે. પોતાના ઘરે આવેલા આ નવા મહેમાનથી પિતા શાહિદ ખૂબ જ ખુશ છે. તેમણે શુભેચ્છા પાઠવનારા લોકોનો આભાર માનતા કહ્યું કે, મળો મારા દીકરા ઝેન કપૂરને અને હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. શુભકામના અને આશીર્વાદ આપવા માટે તમારા સૌ કોઈનો આભાર. અમે ખૂબ જ ખુશ અને આભારી છીએ.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More