Home> Entertainment
Advertisement
Prev
Next

શાહિદનો દીકરો મમ્મી જેવો લાગે છે કે પપ્પા જેવો? જોઈને નક્કી કરો

ઝૈનના જન્મના 6 મહિના પછી મીરાએ તેની ક્યુટ તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરી છે

શાહિદનો દીકરો મમ્મી જેવો લાગે છે કે પપ્પા જેવો? જોઈને નક્કી કરો

નવી દિલ્હી : બોલિવૂડમાં શાહિદ કપૂર અને  મીરા રાજપૂત કપૂરની ગણતરી પાવર કપલ તરીકે થાય છે. શાહિદ અને મીરા અવારનવાર તેમના બાળકોની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. હાલમાં મીરાએ પોતાના છ મહિનાના દીકારા ઝૈનની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરી છે અને એ બહુ ઝડપથી વાઇરલ થઈ રહી છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Limited edition, baby.

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરા રાજપૂતે શેર કરેલી તસવીરમાં તે અને ઝૈન એક જ કલરના ડ્રેસમાં જોવા મળ્યા. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં મીરાએ કેપ્શનમાં લખ્યું છે ‘લિમિટેડ એડિશન, બેબી!’. આ તસવીર શેયર કર્યાની ગણતરીની મિનિટોમાં તેને લાખો લાઈક્સ મળી ચૂકી છે સાથે જ ફેન્સ સારી-સારી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

અક્ષયકુમાર અને શાહરૂખના ચાહકોનો દિવસ સુધરી જાય એવા સમાચાર 

શાહિદ કપૂર અને મીરા કપૂરનો પરિવાર ખાસ મિત્રો છે. શાહિદ અને મીરાએ 7 જુલાઈ, 2015ના દિવસે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ એટલે કે 2016ના ઓગસ્ટ મહિનામાં મીરાએ દીકરી મિશાને જન્મ આપ્યો હતો જ્યારે ગત વર્ષના સપ્ટેમ્બરમાં દીકરા ઝૈનનો જન્મ થયો. મીરા જ્યારે બીજી વાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે આ વાતને શાહિદે એકદમ ક્યૂટ અંદાજમાં શેર કરી હતી. શાહિદે ઈન્સ્ટાગ્રામ પર મિશાની તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘બિગ સિસ્ટર’. આ તસવીર શેયર કર્યા બાદ શાહિદ બીજી વાર પિતા બનવાનો હોવાની બધાને જાણ થઈ હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More