Home> Entertainment
Advertisement
Prev
Next

મીરાં છે ગજબની Copycat, કરીના સાથે બરોબરી કરવા લીધું 'આ' પગલું

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે તાજેતરમાં જ મેડમ તુસાદ મ્યૂઝિયમ(સિંગાપોર)માં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું. આ પ્રસંગના થોડા દિવસ પહેલા શાહિદ તેના આખા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

મીરાં છે ગજબની Copycat, કરીના સાથે બરોબરી કરવા લીધું 'આ' પગલું

મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે તાજેતરમાં જ મેડમ તુસાદ મ્યૂઝિયમ(સિંગાપોર)માં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું. આ પ્રસંગના થોડા દિવસ પહેલા શાહિદ તેના આખા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે શાહિદનો સમગ્ર પરિવાર એકસાથે જોવા મળ્યો હોય. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ સમયે તેમની સાથે તૈમુરની આયા સાવિત્રી પણ જોવા મળી હતી. આ પછી ચર્ચા ચાલી હતી કે શાહિદની એક્સ ગર્લફ્રેન્ડ કરીના સાથે બરોબરી કરવા માટે પત્ની મીરાંએ દીકરા ઝૈનની સંભાળ માટે સાવિત્રીની મદદ લેવાનું નક્કી કર્યું છે. 

fallbacks

ડુબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ લીધો મોટો નિર્ણય, કરશે 'આ' રોલ

એરપોર્ટ પર શાહિદ-મીરાં અને તેમના બાળકો આગળ ચાલી રહ્યાં હતા જ્યારે આયા તેમની પાછળ-પાછળ ચાલી રહી હતી. આવા સમયે મીરાંએ તેને થોડું અંતર જાળવવા માટે કહ્યું હતું. આના પરથી અટકળો લાગી રહી છે કે, તૈમુરની સંભાળ રાખનારી આયાને મીરાં પોતાના દીકરા ઝૈન માટે હાયર કરી છે. બોલિવૂડના સ્ટાર્સના સંતાનો માટે જુહુની એક એજન્સી આવી મહિલાઓ શોધી આપે છે. કરીના સિવાય તુષાર કપૂર અને સોહા અલી ખાનના સંતાનો માટેની દેખરેખ રાખતી મહિલાઓ આ એજન્સીએ જ શોધી આપી છે.

અત્યાર સુધી તૈમુરની દેખરેખ રાખનાર આ મહિલાનું નામ સાવિત્રી છે. તેની સેલરી મહિનાની રૂપિયા દોઢ લાખ હોવાની માહિતી મળી છે. આ સિવાય તે જ્યારે વધારાના કલાક કામ કરતી ત્યારે આ રકમ  પોણા બે લાખ સુધી પહોંચી જતી. આ સિવાય સાવિત્રી અને તૈમૂર માટે એક અલગ કાર અને ડ્રાઇવર ફાળવવામાં આવ્યો હતો.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More