Home> Entertainment
Advertisement
Prev
Next

'મિર્ઝાપુર' સીરીઝ-2નો ફર્સ્ટ લુક મેળવી રહ્યો છે વાહવાહી, 2020માં થશે રિલીઝ

પંકજ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયાની અવાજમાં પહેલો ડાયલોગ, ''જો આયા હૈ વો જાયેગા ભી, બસ મર્જી હમારી હોગી... આ સાથે જ 'મિર્ઝાપુર' સીરીઝ ફરી એકવાર ચર્ચામાં છે. તેની બીજી સિઝનની જાહેરાત સાથે જ તેની રિલીઝ માટે વર્ષ 2020 સિલેક્ટ કરવામાં આવ્યું છે.

'મિર્ઝાપુર' સીરીઝ-2નો ફર્સ્ટ લુક મેળવી રહ્યો છે વાહવાહી, 2020માં થશે રિલીઝ

નવી દિલ્હી: પંકજ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયાની અવાજમાં પહેલો ડાયલોગ, ''જો આયા હૈ વો જાયેગા ભી, બસ મર્જી હમારી હોગી... આ સાથે જ 'મિર્ઝાપુર' સીરીઝ ફરી એકવાર ચર્ચામાં છે. તેની બીજી સિઝનની જાહેરાત સાથે જ તેની રિલીઝ માટે વર્ષ 2020 સિલેક્ટ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ સીરીઝને એક વર્ષ પુરૂ થતાં બીજી સિઝનનું ટીઝર પણ જાહેર કરવામાં આવ્યું, જેને જોયા બાદ લોકો તેનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. આ સીરીઝ આટલી ચાલવાનું કારણ છે તેના પાત્ર, જેમણે તેને ફેમસ વેબ સીરીઝ બનાવી હતી.
fallbacks 

fallbacks

મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીએ ભજવ્યું છે, કાલીન ભૈયાનું પાત્ર. તેમને 'કિંગ ઓફ મિર્ઝાપુર' કહેવામાં આવે છે. તેમના કામ અને પ્રભાવથી મિર્ઝાપુરનો દરેક વ્યક્તિ પ્રભાવિત છે. કાલીન ભૈયા પોતાનો વારસો પોતાના પુત્રને આપવા માંગે છે. 

મુન્ના ત્રિપાઠી છે 'મિર્ઝાપુર' સૌથી ખાસ અને મજબૂત પાત્ર, જેને ભજવ્યું છે દિવ્યેદુ શર્માએ. આ પાત્રને 'મિર્ઝાપુર' પર રાજ કરવું છે અને તેના માટે તેમની સમક્ષ મોટી અડચણ તેમના પિતાજી 'કાલીન ભૈયા' છે. આ ફિલ્મમાં તેમનો ડાયલોગ 'ઓ ચચા' ખૂબ ફેમસ થયો. તો અલી ફજલ આ ફિલ્મમાં ગુડ્ડુ પંડિત બન્યા છે. આ પાત્રમાં તેમને લોકોને મારવામાં મજા આવે છે. આ સીઝન પોતાના ભાઇ અને પત્નીનો બદલો લેશે. 

બીજી તરફ વિક્રાંત મેસી બન્યા છે બબલૂ પંડિત. પહેલી સિઝનમાં આ પાત્ર બધા પર ભારે પડે છે. તે બધાને મનાવી લે છે કે તે કાલીન ભૈયા હોય કે ગોલૂ. પહેલી સિઝનમાં બબલૂને ગોળી મારી ચૂક્યા છે. આ સિઝનમાં તેમનું પાત્ર સિક્રેટ હશે. સાથે જ બીના ત્રિપાઠી મિર્ઝાપુર સિરિઝનું સૌથી શાનદાર છે. બીનાના પાત્રને રસિકા દુગ્ગલે ભજવ્યું ચેહ. તેમને એક બાળક જોઇએ છે. તે કાલીન ભૈયાની બીજી પત્ની છે, જે તેને રસ્તામાંથી દૂર કરવા માંગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More