Home> Entertainment
Advertisement
Prev
Next

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

રૂપાલી ગાંગુલી આજે ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે. જોકે, ઓછા લોકો જાણે છે કે, ટીવીની દુનિયામાં આવતા પહેલા રૂપાલી ગાંગુલી પહેલા બોલીવુડમાં હાથ અજમાવી ચૂકી છે.  

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

નવી દિલ્લીઃ રૂપાલી ગાંગુલી આજે ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે. જોકે, ઓછા લોકો જાણે છે કે, ટીવીની દુનિયામાં આવતા પહેલા રૂપાલી ગાંગુલી પહેલા બોલીવુડમાં હાથ અજમાવી ચૂકી છે. નાના પડદાની ખ્યાતનામ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) છેલ્લા કેટલાક સમયથી ‘અનુપમા’ (Tv Show Anupamaa)નાં રૂપમાં ઘર-ઘરમાં ઓળખાવવા લાગી છે. આ શો શરૂઆતથી જ TRPની લિસ્ટમાં ટોપ પર છે. આમ તો શોનાં બધા જ કિરદાર પોતાની રીતે ખાસ છે. પરંતુ ‘અનુપમા’નાં રોલમાં આવેલી રૂપાલી ગાંગુલીએ બધાનું દિલ જીતી લીધુ છે.

fallbacks

Anupamaa ના સેટ પરથી વાયરલ થઈ ગયો આ Video, જોઈને ઉડી જશે તમારા હોશ

fallbacks

બોલીવુડમાં હાથ અજમાવી ચૂકી છે રૂપાલી:
ઓછા લોકો જાણે છે કે, રૂપાલી બાળપણથી જ અભિનયની દુનિયામાં ખૂબ એક્ટિવ છે. જોકે, તેમને આવી લોકપ્રિયતા લાંબી રાહ જોયા બાદ કડક મહેનતનાં અંતે મળી છે. તેણે 7 વર્ષના લાંબા બ્રેક બાદ આ ટીવી શોથી અભિનયની દુનિયામાં કમબેક કર્યુ અને તમામ લોકોના દિલ પર છવાઈ ગઈ. આ પહેલા પણ રૂપાલી ઘણા ટીવી શોમાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, ટીવી સીરિયલમાં આવતા પહેલા રૂપાલી ગાંગુલી બોલીવુડમાં હાથ અજમાવી ચૂકી છે.

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી સંગ દેખાઈ હતી રૂપાલી ગાંગુલી:
રૂપાલીએ ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની એક ફિલ્મમાં કામ કર્યુ છે. રૂપાલી તે સમયે માત્ર 4 વર્ષની હતી. આ સિવાય બીજી એક ફિલ્મમાં તે મિથુનની સાથે રોમાન્સ કરતી પણ નજરે પડે છે. 1996માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંગારા’માં મિથુનની સાથે રૂપાલીએ લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં બંનેએ ચોર તરીકેની ભૂમિકા ભજવી હતી.
 

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

fallbacks

મિથુન સાથે જોવા મળી હતી શાનદાર કેમેસ્ટ્રી:
ફિલ્મમાં રૂપાલી અને મિથુનની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. જોકે, આ ફિલ્મમાં કદાચ જ કોઈનું ધ્યાન રૂપાલી પર પડ્યુ હશે. કારણકે, તે સમયે રૂપાલી  ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ ફિલ્મનું નિર્દેશન રૂપાલીના પિતા અનિલ ગાંગુલી (Anil Ganguly)એ કર્યુ હતું. આ સિવાય ફિલ્મની પટકથા પણ અનિલ ગાંગુલીએ લખી હતી.

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

મિથુન ચક્રવર્તીની વહુ સાથે કરી રહી છે કામ:
રૂપાલી ગાંગુલી હાલ ટીવી સીરિયલ ‘અનુપમા’માં મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા (Madalsa Sharma) સાથે કામ કરી રહી છે. આ શોમાં મદાલસા, અનુપમાના પતિ વનરાજ શાહ (સુધાંશુ પાંડે)ની ગર્લફ્રેન્ડનો કિરદાર નિભાવી રહી છે. એવામાં અનુપમાએ જાતે જ વનરાજ અને કાવ્યાના લગ્ન પણ કરાવી દીધા છે. જેથી શોમાં મદાલસા, અનુપમા ઉર્ફે રૂપાલીની સૌતન બની ગઈ છે.

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More