Home> Entertainment
Advertisement
Prev
Next

Mumbai: એક મોડલે જાણીતા ફોટોગ્રાફર, એક્ટર સહિત 8 લોકો સામે નોંધાવ્યો રેપ કેસ

મુંબઇમાં એક મોડલે બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર સહિત 8 લોકો સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેડતી રેપ અને યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. આરોપી ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન જાણીતા કોમર્શિયલ ફોટોગ્રાફર છે

Mumbai: એક મોડલે જાણીતા ફોટોગ્રાફર, એક્ટર સહિત 8 લોકો સામે નોંધાવ્યો રેપ કેસ

મુંબઇ: મુંબઇમાં એક મોડલે બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર સહિત 8 લોકો સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેડતી રેપ અને યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. આરોપી ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન જાણીતા કોમર્શિયલ ફોટોગ્રાફર છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મુંબઇ પોલીસે મોડલની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 376, 354 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ મામલે ફોટોગ્રાફર ઉપરાંત અભિનેતા અને એક એન્ટરટેનમેન્ટ કંપનીના માલિકનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.

fallbacks

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મોડલ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદમાં કેટલાક મોટા લોકોના નામ સામેલ છે. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ફરિયાદમાં નોંધાયેલા તમામ લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:- 5G ટેક્નોલોજી વિરુદ્ધ Juhi Chawla એ ખોલ્યો મોર્ચો, કોર્ટમાં કરી અરજી

28 વર્ષીય મોડલે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે. કે, વર્ષ 2014 થી 2019 વચ્ચે આરોપીએ તેને ફિલ્મમાં રોલ અપાવાનું કહીં તેનું શારીરિક શોષણ કર્યું છે. જેના કારણે તે માનસિક આઘાતમાં છે. તે એક્ટિંગ માટે મુંબઇ આવી હતી. ત્યારબાદ આ ઘટનાઓ બની, પીડિતાએ ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ કામ કર્યું છે.

આ પણ વાંચો:- Sanjay Kapoor ફરી દેખાશે દમદાર ભૂમિકામાં, OTT પ્લેટફોર્મથી થઈ રહી છે વાપસી

એફઆઇઆરમાં આપીસી કલમ 376 (એન) અને 354 અંતર્ગત 9 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં જાણીકા ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન ઉપરાંત એક એન્ટરટેનમેન્ટ કંપનીના માલિક અનિર્બાન બ્લોહો, નિખિલ કામતો, શીલ ગુપ્તા, અજીત ઠાકુર, અભિનેતા જૈકી ભગનાની, ગુરજ્યોત સિંહ, કૃષ્ણ કુમાર અને વિષ્ણું ઇન્દુરિકનું નામ સામેલ છે.

આ પણ વાંચો:- 'તારક મહેતા...'માં રિટા રિપોર્ટર બનેલી અભિનેત્રીનો પતિ સાથે ઝઘડો! મારપીટનો Video વાયરલ

28 વર્ષીય મોડલે બાંદ્રા સ્ટેશનમાં નોંધાવેલ એફઆઇઆરમાં જણાવ્યું છે કે, તે વર્ષ 2014 માં મુંબઇ આવી હતી. તે આરોપી બનેલા તમામ લોકોને અલગ અલગ સ્થળ પર મળી હતી. આરોપ છે કે, કોલસ્ટન જૂલિયને તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે જાણીતા અન્ય આરોપીઓ પર પીડિતાની સાથે અલગ અલગ પ્રસંગે છેડતી કરવાનો આરોપ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More