Home> Entertainment
Advertisement
Prev
Next

Tv Show Aahat: 90 ના દાયકાનો એ શો જેનું મ્યુઝીક સાંભળીને પણ ડરતા લોકો, ફરીથી યાદ તાજા કરવી હોય તો જુઓ અહીં

Tv Show Aahat: આ શોના એપિસોડ એવા હતા કે તેને જોયા પછી ખરેખર લોકો ભૂતમાં માનતા થઈ જાય. તે સમયે કાચા પોચા હૃદયના લોકો તો આ શોનો એક એપિસોડ પણ એકલા બેસીને જોઈ ન શકતા. ટીવી પર આ શો એક કે બે વર્ષ નહીં પરંતુ 20 વર્ષ સુધી ચાલ્યો અને લોકોની રાતની ઊંઘ ઉડાડતો રહ્યો.

Tv Show Aahat: 90 ના દાયકાનો એ શો જેનું મ્યુઝીક સાંભળીને પણ ડરતા લોકો, ફરીથી યાદ તાજા કરવી હોય તો જુઓ અહીં

Tv Show Aahat: ટીવી શોની વાત આવે તો લોકોમાં રોમાન્સ, સાસ વહુની લડાઈ, એક્શન અને થ્રીલર ની સાથે હોરર કન્ટેન્ટ જોવાનો પણ ક્રેઝ હોય છે. સોશિયલ મીડિયા પર પણ હાલના સમયમાં હોરર કન્ટેન્ટ વધારે જોવાય છે. આજના સમયમાં પણ ટીવી પર ઘણા બધા હોરર શો આવે છે પરંતુ આ હોરર શો લોકોનું મનોરંજન કરે છે પરંતુ લોકોની અંદર તે ડર નથી રહ્યો. પરંતુ 90 ના દાયકામાં એક શો આવ્યો હતો જેને એકલામાં કોઈ જોઈ શકતું નહીં. જેનું મ્યુઝીક સાંભળીને પણ રુંવાડા ઊભા થઈ જતા.

fallbacks

આ પણ વાંચો: તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી

તમે સાચું જ વિચારી રહ્યા છો અહીં વાત થઈ રહી છે હોરર શો આહટની. 90 ના દાયકામાં આવેલા આ હોરર શોનો કોઈ મુકાબલો નથી. જ્યારે પણ હોરર શો ની વાત આવે તો સૌથી પહેલા આહટનું નામ આવે. ટીવી પર આ શો એક કે બે વર્ષ નહીં પરંતુ 20 વર્ષ સુધી ચાલ્યો અને લોકોની રાતની ઊંઘ ઉડાડતો રહ્યો. આ શોની શરૂઆત 1995 માં થઈ હતી અને તે 2015 સુધી ચાલ્યો. આ શોની ઘણી બધી સિઝન આવી હતી.

આ પણ વાંચો: Animal ફિલ્મ પછી Tripti Dimri એ વધારી ફી, જાણો ભુલ ભુલૈયા 3 માટે કેટલી લીધી ફી

બીપી સિંહ દ્વારા બનાવવામાં આવેલા આ શોના એપિસોડને કોઈ એકલામાં બેસીને જોઈ શકતું નહીં. આ શોના એપિસોડ એવા હતા કે તેને જોયા પછી ખરેખર લોકો ભૂતમાં માનતા થઈ જાય. તે સમયે કાચા પોચા હૃદયના લોકો તો આ શોનો એક એપિસોડ પણ એકલા બેસીને જોઈ ન શકતા. 

આ પણ વાંચો: Photo: સારા અલી ખાને પહેરેલી આ સીમ્પલ સાડી છે ભયંકર મોંઘી, પોટલી બેગ તો સૌથી મોંઘી

ઘરના નાના બાળકો તો આહટ શોનું મ્યુઝિક સાંભળીને જ આંખ બંધ કરી લેતા. આ શોની દરેક સિઝનમાં અલૌકિક શક્તિઓ અને અસાધારણ ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ શોની પાંચમી સિઝનની દરેક સ્ટોરીમાં એક ફ્લેશબેક સીન દેખાડવામાં આવતો હતો જેમાં અભિશાપ અને બદલો કેવી રીતે લેવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું. આ શો આજે પણ youtube પર જોઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More