હોલીવુડની ફિલ્મો જોવાની લોકોને વધુ પસંદ હોય છે. હોલીવુડમાં બનતી હોરર ફિલ્મો ખુબ શાનદાર અને ડરામણી હોય છે. આ કારણે લોકો તે વધુ પસંદ કરે છે. આજે અમે તમને દક્ષિણ ભારતીય સિનેમાની એક શાનદાર ફિલ્મ વિશે જણાવીશું જે હોલીવુડની ફિલ્મો કરતા પણ સારી છે. આ ફિલ્મની વાર્તા ખુબ સારી છે અને આ ફિલ્મ તમે ઓટીટી પર જોઈ શકો છો.
હાલના સમયમાં લોકોમાં હોરર ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ખુબ મજા લઈને હોરર ફિલ્મો જોતા હોય છે. આ કારણે મેકર્સ પણ હોરર ફિલ્મો પ્રત્યે વધુ ધ્યાન આપતા હોય છે. અમે જે ફિલ્મની વાત કરીએ છીએ તેનું નામ 'પિંડમ' છે. સાઉથની આ ફિલ્મ હોલીવુડની ફિલ્મો કરતા પણ શાનદાર છે. તેની વાર્તા ખુબ રસપ્રદ છે અને તે તમને છેલ્લે સુધી જકડી રાખશે.
સાઉથની મોસ્ટ હોરર ફિલ્મનું દિગ્દર્શન સાઈ કિરણ દેદાએ કર્યું છે. 2 કલાક અને 27 મિનિટની આ ફિલ્મ તમે એકલા જોઈ શકો નહીં. આ ફિલ્મમાં એટલી શાનદાર વાર્તા દેખાડવામાં આવી છે. આ ફિલ્મ હોરરની સાથે સાથે થ્રિલર અને સસ્પેન્સથી પણ ભરપૂર છે. આ ફિલ્મમાં એક ક્રિશ્નન પરિવારની વાર્તા છે. જેમાં હોરર ચીજો વિશે છે. આ ફિલ્મમાં તમને ક્યારેય ભૂત દેખાશે નહીં પરંતુ તેનું જબરદસ્ત સસ્પેન્સ તમારી ઊંઘ ઉડાવી દેશે.
આ ફિલ્મમાં શ્રીરામ અને કુશી રવિએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ તમે ઘરે બેઠા ઓટીટી પર જોઈ શકો છો. આ ફિલ્મનો ખૌફ તમારા હોશ ઉડાવી દેશે. તમે મિત્રો સાથે જ જોજો. આ ફિલ્મ તમે અમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો. ફિલ્મને IMDB પર 7.4 નું રેટિંગ મળેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે