મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના સમાચારથી બધા દુખી છે. આત્મહત્યાના કારણને લઈને અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે મુંબઈ પોલીસે પ્રથમવાર આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput death news) ના મોતની પુષ્ટિ કરી છે. પોલીસને તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી નથી. પરંતુ હજુ તપાસ ચાલી રહી છે.
મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકે સુશાંતે આપઘાત કર્યાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ કે, અભિનેતાના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના નોકરે પોલીસને ફોન કરીને તેમના આપઘાત કર્યાની જાણકારી આપી હતી.
મિત્રોએ તોડ્યો રૂમનો દરવાજો, ફાંસી પર લટકેલો હતો સુશાંત
પોલીસના સૂત્રો પ્રમાણે, ઘટનાના સમયે સુશાંત સિંહ રાજપૂતના કેટલાક મિત્રો પણ તેના ઘર પર હાજર હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે, સુશાંત થોડા સમયથી પોતાના રૂમમાં હતો. ઘણા સમય સુધી બહાર ન નિકળતા તેના મિત્રોએ ફોન કરવાનું શરૂ કર્યું હતું. ફોનનો જવાબ ન મળવા પર તેના રૂમના દરવાજાનો તોડવામાં આવ્યો અને મિત્રોએ જોયુ કે સુશાંત ફાંસીએ લટકેલો છે. ઘટના બાદ તેના નોકરે પોલીસને જાણ કરી હતી.
મિત્રોએ કહ્યુ, ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો સુશાંત
સુશાંત સિંહ રાજપૂતના મિત્રોનું કહેવું છે કે તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક બિઝનેસમેન સાથે પાછલા સપ્તાહે સગાઈ કરી છે. સુશાંતની મેનેજર રહેલી દિશા સાલિયને પણ પાંચ દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે આ મામલામાં સુશાંતની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવુડના ધોની બનવા સુધી, આવી હતું સુશાંત સિંહનું કરિયર
સુશાંતના મામાએ કરી ન્યાયિક તપાસની માગ
આ વચ્ચે સુશાંતનો પરિવારની સ્થિતિ ખરાબ છે. સમાચાર સાંભળ્યા બાદ તેમના વૃદ્ધ પિતા તબીયત ખરાબ થઈ ગઈ છે. સુશાંતના મામાએ ન્યાયિક તપાસની માગ કરી છે. પરિવારના લોકો પ્રમાણે, સુશાંત એક બંગાળી યુવતીથી પરેશાન હતો. પિતા થોડા દિવસમાં મળવાના હતા. આ વચ્ચે ખરાબ સમાચાર આવી ગયા.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે