Home> Entertainment
Advertisement
Prev
Next

મોટી મુસિબત આવી પડી હતી Urmila Matondkar પર, મુંબઈ પોલીસે કરી મદદ

અભિનેત્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જેવો તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ડાઈરેક્ટ મેસેજનો જવાબ આપ્યો, તેવા તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સાથે છેડછાડ કરવામાં આવી.

મોટી મુસિબત આવી પડી હતી Urmila Matondkar પર, મુંબઈ પોલીસે કરી મદદ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar)નું અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. આ કારણે ઉર્મિલા ખુબ પરેશાન હતી. મુંબઈ પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ કરી હતી. એકાઉન્ટ હેક થવાની જાણકારી ઉર્મિલાએ પોતે આપી હતી. ગુરુવારે તેનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ રિકવર કરી લેવાયું. 

fallbacks

સુશાંતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયાએ કરી હતી એક પોસ્ટ, જાણો કોને કરતી હતી મિસ?

ઉર્મિલાએ મુંબઈ પોલીસનો માન્યો આભાર
ઉર્મિલાએ ગુરુવારે બપોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને મુંબઈ પોલીસ (Mumbai Police) ને તરત કાર્યવાહી કરીને તેનું એકાઉન્ટ રિકવર કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા. જો કે અભિનેત્રીએ ફરિયાદ કરી હતી કે તેની કેટલીક પોસ્ટ હજુ પણ ગાયબ છે. ઉર્મિલાએ લખ્યું કે અને હું પાછી ફરી...ધન્યવાદ ઈન્સ્ટાગ્રામ અને મુંબઈ પોલીસ તમારા સહયોગ બદલ, પરંતુ મારી હજુ પણ કેટલીક પોસ્ટ મિસિંગ છે. મારા ઈન્સ્ટા પરિવારને ખુબ ખુબ પ્રેમ.

અભિનેત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ થયું હતું હેક
ઉર્મિલાનું હેક્ડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ રિકવર થયું પરંતુ કેટલીક પોસ્ટ હજુ પણ ગાયબ છે. બુધવારે આ એકાઉન્ટ હેક થયું હતું. અભિનેત્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જેવો તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ડાઈરેક્ટ મેસેજનો જવાબ આપ્યો, તેવા તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સાથે છેડછાડ કરવામાં આવી. તેણે ટ્વિટર પર લખ્યું કે મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. પહેલા તેઓ તમને DM (ડાઈરેક્ટ મેસેજ) કર છે. ત્યારબાદ તેઓ તમને કેટલાક સ્ટેપ્સનું પાલન કરવાનું કહે છે અને એકાઉન્ટને વેરિફાય કરવાની વાત કર છે ત્યારબાદ એકાઉન્ટ હેક થઈ જાય છે. 

અભિનેત્રીએ આપી શિખામણ
અભિનેત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે મહિલાઓએ સાઈબર ગુનાઓને હળવાશમાં લેવા જોઈએ નહીં. મે મારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેકિંગની એફઆઈઆર નોંધાવી છે. સાઈબર ક્રાઈમ ડીસીપી રશ્મિ કરનદિકર સાથે મુલાકાત કરી. જેમણે મને આ મુદ્દે જાણકારી આપી. ભવિષ્યમાં ચોક્કસપણ તેના પર કામ કરીશ. 

બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે

એકાન્ટ હેક થતા જ ડિલિટ થઈ હતી તસવીરો
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા બાદ ઉર્મિલાની પોસ્ટ ડિલિટ થઈ હતી. તેમાંથી કેટલીક રિકવર કરી  લેવાઈ. કેટલીક હજુ પણ ગાયબ છે. આ સાથે જ એકાઉન્ટ હેક થતા જ ઉર્મિલાના એકાઉન્ટથી કોઈને ફોલો પણ કરી શકાતું નહતું. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More