Munawar Faruqui Web Series: સ્ટેન્ડ અપ કોમેડિયન અને રિયાલિટી શોનો વિનર મુનાવર ફારૂકી હવે એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. મુનાવર ફારૂકી એક વેબ સિરીઝમાં જોવા મળશે. તેની પહેલી વેબ સીરીઝ ફર્સ્ટ કોપી છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ઈદના દિવસે મુનાવર ફારૂકીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફર્સ્ટ કોપી વેબ સિરીઝનું ટીચર શેર કર્યું હતું. ટીઝરમાં મુનાવરની દમદાર એક્ટિંગ જોઈને ચાહકો પણ એક્સાઇટેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન
વેબ સિરીઝ ફર્સ્ટ કોપીનું ટીઝર 1 મિનિટ અને 43 સેકન્ડ નું છે. આ વેબ સિરીઝ 1999 ના સમયને દર્શાવે છે જ્યારે ડીવીડી પર પિક્ચર જોવાનો સમય હતો. ટીઝરમાં મુનાવર ફારૂકી ડાયલોગ બોલે છે કે આ તે સમય હતો જ્યારે બોલીવુડ બંદૂક કરતા વધારે ડીવીડીથી ડરતું હતું. ફિલ્મ જોવા માટે લોકો શુક્રવારની રાહ જોતા નહીં તેથી ફિલ્મની ફર્સ્ટ કોપી દુબઈથી લાવવામાં આવતી.
આ પણ વાંચો: કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ
ટીઝર પરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ વેબ સીરીઝ ફિલ્મ પાયરસી પર આધારિત છે. જેમાં મુનાવર ફારૂકી પાયરસીની દુનિયાના કિંગનું પાત્ર ભજવતો જોવા મળશે. મુનાવર ફારુકીએ ઈંસ્ટાગ્રામ પર આ ટીઝર શેર કર્યું છે.
બિગ બોસ 17 જીત્યા પછી મુનાવર ફારુકી બેક ટુ બેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે. જ્યારે હવે મુનાવર ફારુકી વેબસરીઝ ફર્સ્ટ કોપી થી એક્ટિંગની દુનિયામાં પણ આગળ વધી રહ્યો છે. વેબસરીઝ ફર્સ્ટ કોપીનું ડાયરેક્શન ફરહાના પી જામ્માએ કર્યું છે. જોકે હજુ સુધી વેબ સીરીઝ ક્યારે રિલીઝ થશે અને કયા પ્લેટફોર્મ પર થશે તેનું અનાઉન્સમેન્ટ થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે