Home> Entertainment
Advertisement
Prev
Next

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ, મુંબઇ પહોંચી મુરાદાબાદની પોલીસ ટીમ, ઘરે ન મળી અભિનેત્રી

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ છેતરપિંડીના કેસમાં મુરાદાબાદની પોલીસ ટીમ મુંબઇ પહોંચી, પરંતુ અહીં પોલીસ ટીમને સોનાક્ષી સિન્હા ન મળી. મળતી માહિતી અનુસાર સોનાક્ષી હાલમાં શૂટિંગના કામકાજે હૈદ્વાબાદમાં છે. તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા પર એક કાર્યક્રમના નામે લાખો રૂપિયા લઇને કાર્યક્રમમાં ન આવવાનો આરોપ છે અને મુરાદાબાદના પોલીસ મથકમાં સોનાક્ષી સહિત 5 લોકો વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસની તપાસના મુદ્દે મુરાદાબાદ પોલીસની 3 ટીમ મુંબઇ પહોંચી હતી. 

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ, મુંબઇ પહોંચી મુરાદાબાદની પોલીસ ટીમ, ઘરે ન મળી અભિનેત્રી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ છેતરપિંડીના કેસમાં મુરાદાબાદની પોલીસ ટીમ મુંબઇ પહોંચી, પરંતુ અહીં પોલીસ ટીમને સોનાક્ષી સિન્હા ન મળી. મળતી માહિતી અનુસાર સોનાક્ષી હાલમાં શૂટિંગના કામકાજે હૈદ્વાબાદમાં છે. તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા પર એક કાર્યક્રમના નામે લાખો રૂપિયા લઇને કાર્યક્રમમાં ન આવવાનો આરોપ છે અને મુરાદાબાદના પોલીસ મથકમાં સોનાક્ષી સહિત 5 લોકો વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસની તપાસના મુદ્દે મુરાદાબાદ પોલીસની 3 ટીમ મુંબઇ પહોંચી હતી. 

fallbacks

VIDEO: આ ગંભીર બિમારીનો શિકાર છે 'સુપર 30' વાળા અસલી આનંદ કુમાર, વર્ણવી પીડા

'ખાનદાની શફાખાન'માં જોવા મળશે
તો બીજી તરફ વર્કફ્રંટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' છે. આ ફિલ્મને લઇને તાજેતરમાં જ સોનાક્ષીએ કહ્યું કે તેમની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' લોકોને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે કેમ સમાજમાં આજેપણ સેક્સ એક ટેબૂ છે. સોનાક્ષી સિન્હાએ જણાવ્યું હતું કે ''ફિલ્મની એક-લાઇનની પિચ સાંભળતા 'એક છોકરીની કહાની જેને તેના મામાનું સેક્સ ક્લિનિક વારસા મળે છે.'' મને લાગે છે કે કોઇ એવી ફિલ્મ માટે તે મને સંપર્ક કરી શકે છે. પરંતુ જ્યારે મેં આખી કહાની સાંભળી તો મારે ફિલ્મ જરૂર કરવી જોઇએ કારણ કે આ એક ખૂબ જ પ્રાસંગિક અને મહત્વપૂર્ણ વિષય છે જેના પર ચર્ચા કરવી જોઇએ. 
fallbacks

Shocking: આ એક્ટરનું નિધન, અભિનેત્રી અદિતી રાવ હૈદરી આધાતમાં સરી પડી

'દબંગ 3'ની તૈયારીમાં જોડાઇ ગઇ છે સોનાક્ષી
તમને જણાવી દઇએ કે ભૂષણ કુમાર, મહાવીર જૈન, મૃગદીપ સિંહ લાંબા અને દિવ્યા ખોસલા કુમાર ફિલ્મના નિર્માતા છે અને આ 2 ઓગસ્ટના રિલીઝ થશે. સોનાક્ષી સિન્હા મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહી પરંતુ સોનાક્ષીને પોતાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી હતી. તો બીજી તરફ સોનાક્ષી ફિલ્મ 'દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ 'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More