Naga Chaitanya Sobhita Dhulipala Engagement: સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુનના દિકરા નાગા ચૈતન્યના બીજા લગ્ન થવા જઈ રહ્યા છે. નાગા ચૈતન્ય એ 8 ઓગસ્ટ 2024 ના રોજ તેની ગર્લફ્રેન્ડ શોભીતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્યની તસ્વીરો તેના પિતા નાગાર્જુનને શેર કરી હતી.
આ પણ વાંચો: ગના રનૌતના બદલ્યા સુર, પહેલા વિનેશ ફોગાટને માર્યો ટોણો અને હવે કહી શેરની...
નાગાર્જુને જે ફોટો શેર કર્યા છે તેમાં તે પોતાના દીકરા અને થનાર પુત્રવધુ સાથે ખુશ જોવા મળે છે. સગાઈની તસ્વીરો શેર કરીને નાગાર્જુને અનાઉન્સ કર્યું છે કે બંને સગાઈ કરી લીધી છે. સાથે જ તેણે પોતાની પોસ્ટમાં આજની સ્પેશિયલ ડેટને પણ મેન્શન કરી છે. આજનો દિવસ એન્જલ નંબર 888 ને લઈને ખાસ છે.
આ પણ વાંચો: સાઈબર થ્રિલર ફિલ્મ CTRL માં જોવા મળશે અનન્યા પાંડે, આ તારીખથી OTT પર થશે સ્ટ્રીમ
નાગાર્જુને દીકરા નાગા ચૈતન્યની સગાઈના ફોટા શેર કરીને ખાસ કેપ્શન પણ લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તેના દીકરા નાગા ચૈતન્ય અને શોભેતા ધૂલીપાલાની સગાઈનું એલાન કરીને તે ખુશ છે. ગુરુવારે સવારે તેમણે સગાઈ કરી છે. તે પોતાના પરિવારમાં શોભિતાનો સ્વાગત કરીને ખુશી અનુભવે છે.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
મહત્વનું છે કે નાગા ચૈતન્ય તેના ડિવોર્સ પછી છેલ્લા 3 વર્ષથી એક્ટ્રેસ શોભિતાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ સગાઈ સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો ન હતો. 8 ઓગસ્ટ 2024 ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી છે.
આ પણ વાંચો: કમલ હાસનની ફિલ્મ ઈંડિયન 2 OTT રિલીઝ માટે તૈયાર, જાણો ક્યારે અને કયા થશે રિલીઝ ?
મહત્વનું છે કે વર્ષ 2022 માં નાગા ચૈતન્ય અને શોભિતા એકબીજાને ડેટ કરે છે તેવી ચર્ચા શરૂ થઈ હતી. બંને પહેલી વખત લંડનની એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાર પછી હવે બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે તેમના લગ્નને અંગે હજુ સુધી કોઈ જ જાણકારી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે નાગા ચૈતન્યએ પહેલા લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. પરંતુ લગ્નના 4 જ વર્ષમાં 2021 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. નાગા ચૈતન્યની સગાઈને લઈને એક્સ વાઈફ સામંથા એ હજુ સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે