Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાનના જીજાજીની પહેલી ફિલ્મ નહીં હોય 'લવરાત્રિ' ! લેવાયો મોટો નિર્ણય

લવરાત્રિના નામ મામલે નવો વિવાદ શરૂ થયો છે

સલમાન ખાનના જીજાજીની પહેલી ફિલ્મ નહીં હોય 'લવરાત્રિ' ! લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હી : સલમાન ખાન ‘લવરાત્રિ’થી તેના બનેવી આયુષ શર્માને લોન્ચ કરી રહ્યો છે. જોકે, વિરોધ થવાના લીધે હવે આ ફિલ્મનું ટાઈટલ બદલાવીને 'લવયાત્રી અ જર્ની ઓફ લવ' કરી દેવાયુ છે. નોંધનીય છે કે ભારતભરમાં વિવિધ સંગઠનો દ્વારા આ પહેલા પણ ફિલ્મના ટાઈટલ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો કારણ કે તેનું નામ હિંદુ ધાર્મિક તહેવારોને મળતું આવે છે. હવે સલમાને ટ્વિટ કરીને ફિલ્મના નવા ટાઈટલ વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા પણ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’ને લઈને રાજપૂતોએ ભારે વિરોધ નોંધાવતાં તેનું નામ બદલીને ‘પદ્માવત’ કરી દેવાયું હતું.

fallbacks

આ ફિલ્મની સ્ટોરીમાં નવરાત્રિનો તહેવાર મહત્વનો છે. આ ફિલ્મના લીડ કેરેક્ટરની મુલાકાત આ જ તહેવાર દરમિયાન ડાંડિયા રમતાં થાય છે અને અહિથી જ શરુ થાય છે પ્રેમની સફર. એક સંગઠને તો ત્યાં સુધીની ચેતવણી આપી હતી કે જો આ ફિલ્મનું નામ બદલાવવામાં નહિ આવે તો તેની રીલિઝને અટકાવી દેવામાં આવશે. હવે આ ફિલ્મ 5 ઓક્ટોબરે રિલીઝ થવાની છે ત્યારે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલમાં ફિલ્મના કલાકાર આયુષ શર્મા તેમજ વરીના હુસૈન આ માટે આખા દેશમાં પ્રમોશન કરી રહ્યા છે. આ માટે કોલકાતા, રાંચી, લખનૌ, વારાણસી, પટના, ભોપાલ, વડોદરા તેમજ જયપુરમાં ધમાકેદાર આયોજન થઈ રહ્યું છે. 'લવયાત્રી' સલમાન ખાનના હોમ પ્રોડક્શન 'SKF'ના બેનર હેઠળ બની છે અને આ ફિલ્મનું ટીઝર સલમાને પોતે રેસ-3 સાથે રિલીઝ કર્યું હતું. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ નવરાત્રિને ધ્યાનમાં રાખીને જ ઓક્ટોબરમાં રાખવામાં આવી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More