Home> Entertainment
Advertisement
Prev
Next

આ ટીવી એક્ટરે લીધી બોલીવુડમાં એન્ટ્રી, ‘ફેમિલી ઓફ ઠાકૂરગંજ’ કરશે મહત્વનો રોલ

‘સુપર 30’માં નંદીશ અભિનેતા હ્રૃતિક રોશનના ભાઇ તરીકે દેખાશે, આ ફિલ્મ 12 જુલાઇએ રીલિઝ થશે. તે પછીના અઠવાડિયામાં તેમની આગામી ફિલ્મ ‘ફેમિલી ઓફ ઠાકૂરગંજ’ રિલિઝ થશે. 
 

આ ટીવી એક્ટરે લીધી બોલીવુડમાં એન્ટ્રી, ‘ફેમિલી ઓફ ઠાકૂરગંજ’ કરશે મહત્વનો રોલ

નવી દિલ્હી: નંદીશ સિંહ સંધૂ બે ફિલ્મો સાથે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે અને આ બેન્ને ફિલ્મો એક બાદ એક રિલિઝ થશે, ‘સુપર 30’માં નંદીશ અભિનેતા ઋૃતિક રોશનના ભાઇના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 12 જુલાઇએ રિલિઝ થશે. અને ત્યાર પછીના અઠવાડિયામાં તેમની આગામી ફિલ્મ ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’ પણ રિલિઝ થશે. 

fallbacks

નંદીશે એક નિવેદનમાં કહ્યું કે બંન્ને ફિલ્મો અલગ-અલગ છે અને મને ખુશી છે કે સંયોગવંશ બન્ને ફિલ્મો એક જ મહિનામાં રિલિઝ થઇ રહી છે. ‘સુપર 30’માં લોકો મને વાસ્તવિક ચરિત્ર્યમાં જોઇ શકશે કારણ કે, તે એક સામાન્ય માણસના સંધર્ષ અને તેને પડતી તકલીફોથી તેના ધ્યેય સુધી પહોંચવામાં પણ સમર્થ થાય છે, તે લોકો જોઇ શકશે.

 

નંદીશે વધુમાં કહ્યું કે, ‘ઠાકુરગંજ’ એક જોરદાર પારિવારિક ડ્રામા થ્રિલર છે અને યુપીની ભુમી પર આધારિત એક પરિવાર સાથે તેની વાર્તા મળતી આવે છે. જ્યારે મને આ ફિલ્મની સ્ર્કિપ્ટ પહેલીવાર સંભળાવવામાં આવી ત્યારે હું 1970 અને 80ના દાયકામાં ચાલ્યો ગયો હતો. આ એક સાધારણ ફિલ્મ છે. જેવી ફિલ્મો આપણા માત-પિતા જોવાની પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ‘ફિલ્મમાં હું એક પ્રોફેસરનો રોલ કરી રહ્યો છું, આ પ્રણવ(સુપર 30માં તેના રોલ) કરતા એકદમ એલગ છે, પરંતુ બંન્નેનું શિક્ષણ સાથે જોડાણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More