Home> Entertainment
Advertisement
Prev
Next

ડ્રગ્સ કેસઃ કલાકારો પર NCBની એક્શન યથાવત, હવે કોમેડિયન ભારતીના ઘરે દરોડા


ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
 

ડ્રગ્સ કેસઃ કલાકારો પર NCBની એક્શન યથાવત, હવે કોમેડિયન ભારતીના ઘરે દરોડા

મુંબઈઃ ડ્રગ્સ મામલામાં એનસીબીની ટીમ સતત તપાસ કરી રહી છે. એક બાદ એક નવા નામ સામે આવી રહ્યાં છે, જેને એનસીબી પોતાના ઘેરામાં લઈ રહી છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે. આ મામલામાં હજુ વધુ જાણકારી સામે આવી નથી. ઘણા સ્ટાર્સ ડ્રગ્સ મામલામાં એનસીબીના નિશાના પર રહ્યા છે. હાલમાં અભિનેતા અર્જુન રામપાલની પણ એનસીબીએ લાંબી પૂછપરછ કરી અને તેના ઘરે દરોડા પાડ્યા હતા.

fallbacks

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં અત્યાર સુધી ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા છે અને હવે એક નવું નામ ભારતીય સિંહ અને તેના પતિ બર્ષ લિંબાચિયાનું આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરી જાણકારી આપી, જેમાં કહેવામાં આવ્યું છે, 'મુંબઈમાં કોમેડિયન ભારતી સિંહના ઘર પર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા છે.'

ડ્રગ્સ સાથે જોડાયેલા કેસની તપાસ માટે હવે એનસીબીની ટીમ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ફ્લેટ સુધી પહોંચી ચુકી છે. 

પ્રથમ વખત મોટા પરદા પર દેખાશે રામાયણની કહાની, રામસેતુ સાથે થઈ શકે છે ટક્કર

મહત્વનું છે કે બોલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટીઓના નામ સામે આવી આવી ચુક્યા છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ જેવા નામ બાદથી સતત આ સિલસિલો ચાલી રહ્યો છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More