નવી દિલ્હી : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આયુષ્યમાન ખુરાનાની અંધાધુનને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ ઉત્તરાખંડની ફિલ્મ ફ્રેન્ડલી રાજ્યને પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.
Award for Best Feature Film goes to Hellaro(Gujarati) pic.twitter.com/Xrh02lG4In
— PIB India (@PIB_India) August 9, 2019
વિજેતાઓની યાદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે