Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCB ની રેડ, ભારે માત્રામાં મળ્યું ડ્રગ્સ

ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી છે. શનિવારે મુંબઇમાં એનસીબીની એક મોટી ડ્રાઇવ ચાલી રહી છે. ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત સામે આવી છે. તપાસ હજુ ચાલી રહી છે. 

પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCB ની રેડ, ભારે માત્રામાં મળ્યું ડ્રગ્સ

નવી દિલ્હી: ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી છે. શનિવારે મુંબઇમાં એનસીબીની એક મોટી ડ્રાઇવ ચાલી રહી છે. ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત સામે આવી છે. તપાસ હજુ ચાલી રહી છે. 

fallbacks

એનસીબીએ પકડયા 5 ડ્રગ્સ પેડલર્સ
ગત રાત્રે જ એનસીબીની ટીમે ઘણા ડ્રગ્સ પેડલર્સના ઘરે રેડ પાડી હતી. આ મામલે અત્યાર સુધી 5 ડ્રગ્સ પેડલર્સને NCB એ કસ્ટડીમાં લીધા છે. પકડાયેલા ડ્રગ્સ પેડલર્સએ જ પ્રોડ્યુસરનું નામ ઉજાગર કર્યું હતું. તમને જણાવી દઇએ કે ફિરોઝ નડિયાદવાલા 'હેરાફેરી', 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ' જેવી ઘણી હિટ ફિલ્મોના પ્રોડ્યુસર છે. આ પહેલાં ઇનકમ ટેક્સ બાકી હોવાના કેસમાં ફિરોઝ નડિયાદવાલાને ત્રણ મહિનાની જેલ થઇ ચૂકી છે. 

પહેલાં પણ થઇ ઘણા બોલીવુડ સ્ટાર્સ વિરૂદ્ધ કાર્યવાહી
જોકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત કાર્યવાહી કરી રહી છે. આ પહેલાં પણ ઘણા કેસ એનસીબીની સામે આવી ચૂક્યા છે. જેમાં બોલીવુડ સેલેબ્સના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ઘણા બોલીવુડ સ્ટાર્સ સાથે થોડા દિવસો પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસથી શરૂ થયેલો ડ્રગ્સ કેસ હવે ખૂબ આગળ વધી ગયો છે. તેમાં ઘણા બોલીવુડ સ્ટાર્સના નામ અત્યાર સુધી સામે આવ્યા છે. ડ્રગ્સ ચેટ કેસમાં દીપિકા પાદુકોણ અને તેમની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે પણ પૂછપરછ કરવામાં આવી. 

અગિસિલાઓસ ડેમોટ્રિએડ્સની પણ થઇ હતી ધરપકડ
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કાર્યવાહીમાં ટેલીવિઝન અભિનેત્રી પ્રતિકા ચૌહાણ અને ડ્રગ્સ પેડલર ફૈસલને પકડવામાં આવ્યા હતા. ગાંજો રાખવાના આરોપમાં બંનેની ધરપકડ થઇ હતી. આ સાથે જ ગત અઠવાડિયે એનસીબીએ સાઉથ આફ્રીકન મૂળના અગિસિલાઓસ ડેમોટ્રિએડ્સની ધરપકડ કરી હતી. તેનો સંબંધ અર્જુન રામપાલ સાથે હતો. અફિસિલાઓસ, અર્જુન રામપાલની ગર્લફ્રેંડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સનો ભાઇ છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More