નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની સાથે જોડાયેલા અપડેટ્સ ફેન્સ માટે શેર કરતા રહે છે. આ સમયે તે પોતાની અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જીયો'ના શૂટિંગ માટે ચંડીગઢ રવાના થયા છે. નીતૂ કપૂરે તેની તસવીર શેર કરી છે.
નીતૂ કપૂરે શેર કરી તસવીર
નીતૂ કપૂરે ગુરૂવારે પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે પોતાના કો-સ્ટાર વરૂણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને પ્રાજક્તા કોલીની સાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીરની સાથે નીતૂ કપૂરે લખ્યું છે, આ ડરામણા સમયમાં મારી પ્રથમ ફ્લાઇટ! આ જર્ની માટે નર્વસ છું કપૂર સાહબ! તમે અહીં મારો હાથ પકડ્યો નથી, મને ખ્યાલ છે કે તમે મારી સાથે છો.
ફિલ્મને ડાયરેક્ટ કરશે રાજ મેહતા
અનિલ કપૂરે આ તસવીર શેર કરતા લખ્યું, 'એન્ડ વી આર ઓફ.' ફિલ્મ જુગ જુગ જીયોને રાજ મહેતા ડાયરેક્ટ કરશે. આ ફિલ્મથી ઈન્ડિયન યૂટ્યૂબર અને બ્લોગર પ્રાજક્તા કોલી બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે.
ઋષિ કપૂરનું 30 એપ્રિલે થયુ હતુ નિથન
મહત્વનું છે કે બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું આ વર્ષે 30 એપ્રિલે મુંબઈમાં નિધન થયુ હતુ. ઋષિ કપૂર બે વર્ષથી કેન્સર જેવી ગંભીર બિમારી સામે લડી રહ્યા હતા. તેઓ કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક પણ ગયા હતા.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે