નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નું 67 વર્ષની ઉંમરે આજે સવારે નિધન થઇ ગયું. તેમને ગુરૂવારે સવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનના સમાચારથી બોલીવુડ સેલેબ્સ આધાતમાં છે. ઋષિ કપૂરના નિધન બાદ પત્ની નીતૂ કપૂર (Neetu Kapoor) એ પહેલી પોસ્ટ કરી છે. તેમણે ઋષિ કપૂરનો ફોટો શેર કરતાં આખા પરિવાર તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે.
આ પોસ્ટમાં ઋષિ કપૂરનો હસતો ફોટો પણ શેર કર્યો છે. જેની સાથે નોટમાં લખવામાં આવ્યું છે, ''અમારા પ્યારા ઋષિ કપૂર આજે સવારે 8.45 પર આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે તે લાસ્ટ સુધી એન્ટરટેન કરતા રહેતા હતા. તે આ 2 વર્ષોમાં બિમારી સાથે પણ લડતાં લડતાં ખુશ રહેતા હતા. તેમનું ફોકસ ફક્ત પરિવાર, મિત્ર, ભોજન અને ફિલ્મોમાં હતું. જે પણ તેમને મળતું તે જોઇને આશ્વર્ય પામતું હતું કે કેવી રીતે ઋષિ કપૂર બિમારી સામે પોતાને ક્યારેય નિરાશ થવા નથી દીધા.''
આ સાથે જ આગળ નીતૂએ જે વાત લખી તે વાંચીને તેમના દરેક ફેનનું દિલ ભરાઇ જશે. નીતૂએ લખ્યું છે, ''ફેન્સ દ્વારા મળેલા પ્રેમથી તે ખૂબ ખુશ રહેતા હતા. તે ઇચ્છતા હતા કે જ્યારે તે આ દુનિયાથી જાય તો તેમના ફેન્સ તેમને તેમની સ્માઇલથી યાદ કરે આંસૂથી નહી''
આગળ કહ્યું કે લોકડાઉન પર નીતૂએ લખ્યું ''અત્યારે દુનિયામાં જે પરેશાની ચાલી રહી છે તેના લીધે ખૂબ પ્રતિબંધ હશે અને પબ્લિકમાં વધુ લોકો ભેગા ન થઇ શકે અમે તમામ ફેન્સ અને પરિવારને રિકવેસ્ટ કરીએ છીએ કે તમે તમામ નિયમોનું પાલન કરો.
તમને જણાવી દઇએ કે ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઇના મરીન લાઇન સ્થિતિ ચંદનવાડી સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા છે. સ્મશાન ઘાટની બહાર અને અંદર પોલીસની આકરી વ્યવસ્થા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રિદ્ધિમા પણ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે દિલ્હીથી મુંબઇ આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે