Home> Entertainment
Advertisement
Prev
Next

નીતૂ કપૂરે પોસ્ટ શેર કરી ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો માન્યો આભાર


નીતૂ કપૂર ઋષિ કપૂરના નિધન બાદ તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો અને હોસ્પિટલનો આભાર માન્યો છે. 
 

નીતૂ કપૂરે પોસ્ટ શેર કરી ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો માન્યો આભાર

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીએ ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં ઋષિ અને નીતૂ સફેદ ટીશર્ટ અને બ્લૂ જીન્સમાં ટ્યૂનિંગ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. નીતૂ કપૂરે ઋષિ કપૂરના ગયા બાદ એક પોસ્ટમાં ડોક્ટરો અને હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો છે. 

fallbacks

નીતૂએ ઇન્સ્ટાગ્રામ પર ઋષિ કપૂરના બે ફોટો શેર કર્યાં છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, 'એક પરિવારના નાતે આ એક મોટી ખોટ છે. જ્યારે અમે સાથે બેસીને જૂના સમયને યાદ કરીએ તો અમે ડોક્ટરો પ્રત્યે આભાર અનુભવીએ છીએ. એચએન રિલાયન્સના ડોક્ટરોએ અમારી ખુબ મદદ કરી. ડોક્ટર તરંગના નેતૃત્વમાં ડોક્ટરો અને નર્સની આખી ટીમે મારા પતિની સારવાર તે રીકે કરી કે તે પોતાના હોય. તેમણે અમને પોતાના સમજીને સલાહ આપી. આ બધા માટે હું દિલથી રિલાયન્સ હોસ્પિટલની આભારી છું.'

મહત્વનું છે કે રિદ્ધિમા 2 મેએ પોતાની માતા અને ભાઈ રણવીર કપૂરની પાસે રોડ માર્ગથી નવી દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. દેશભરમાં લાગૂ કોવિડ-19 લૉકડાઉનને કારણે તેને ઉડાન ભરવાની મંજૂરી ન મળી આ કારણે તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શકી.

રણવીર કપૂરે પિતા ઋષિ કપૂરની અસ્થિનું કર્યું વિસર્જન, પરિવારની સાથે જોવા મળી આલિયા ભટ્ટ- SEE VIDEO

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More