Neha Dhupia Statement on Pathaan Success: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે કમાણીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો પઠાણે માત્ર 4 દિવસમાં 429 રૂપિયાનું કલેક્શન (વર્લ્ડ વાઈડ) કર્યું છે. એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની બાદશાહત કાયમ છે. આ બધા વચ્ચે જ્યાં સોશિયલ મીડિયા પર પઠાણ અને કિંગ ખાન સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે ત્યાં અભિનેત્રી નેહા ધૂપિયા પણ શાહરૂખ ખાન વિશે પોતે આપેલા એક જૂના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. અસલમાં વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ જૂલીના રિલીઝ સમયે નેહા ધૂપિયાએ એક નિવેદન આપ્યું હતું જે એકવાર ફરીથી વાયરલ થઈ રહ્યું છે.
20 વર્ષ બાદ સાચી પડી વાત
નેહા ધૂપિયાએ પોતાની ફિલ્મ જૂલીની રિલીઝ સમયે કહ્યું હતું કે કાં તો સેક્સ વેચાય છે અને કાં તો શાહરૂખ ખાન. નેહાનું આ જૂનું નિવેદન ચર્ચામાં કેવી રીતે આવ્યું એ પણ તમને જણાવીએ. અસલમાં પઠાણના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને ટ્વિટર પર એક યૂઝરે નેહાની ટ્વીટને કોટ કરતા લખ્યું કે લગભગ બે દાયકા પહેલા નેહા ધૂપિયાએ એક નિવેદન આપ્યું હતું કે 'કાં તો સેક્સ વેચાય છે અને કાં તો શાહરૂખ ખાન. આ વાત આજે પણ સાચી છે.' જ્યારે નેહાએ પણ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'વીસ વર્ષ બાદ, મારું નિવેદન સાચું પડ્યું. આ કોઈ 'એક્ટરની કરિયર' નહીં પરંતુ એક કિંગનું શાસન છે!'
પ્રેગ્નેન્સીની ખબરો વચ્ચે ફરી ઢીલા જેકેટમાં દેખાઈ કેટરિના કૈફ, જુઓ Video
પઠાણની જેમ આ ફિલ્મોનો પણ થયો હતો વિરોધ, રિલીઝ થતાં થઈ હતી સુપરહિટ
આ રીતે પોતાનું પરફેક્ટ ફિગર જાળવે છે શાહરૂખની લાડકી સુહાના, ખાસ જાણો
શાહરૂખની અપકમિંગ ફિલ્મો
પઠાણની રિલીઝ બાદથી જ કિંગ ખાનના ફન્સને અભિનેતાની અપકમિંગ ફિલ્મોનો ઈન્તેજાર છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2023માં શાહરૂખ ખાનની બીજી બે ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં ફિલ્મમેકર એટલીની 'જવાન' ને રાજકુમાર હીરાનીની ફિલ્મ 'ડંકી' શામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે