નવી દિલ્હીઃ બોલીવુડથી લઈને સાઉથ સુધી ઘણા ભારતીય અભિનેતા દર્શકોના દિલ પર રાજ કરે છે. શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈને રજનીકાંત અને પ્રભાસ સુધી, ઘણા સિતારા એવા છે કે તેના ચાહકોની સંખ્યા મોટી છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમયે લોકોનો સૌથી પસંદગીનો સિતારો કોણ છે? ઓરમેક્સ મીડિયાના સોશિયલ મીડિયા પર ચર્ચા અનુસાર ટોપ 10 અભિનેતાઓની એક યાદી જાહેર કરી છે, જેમાં એક સાઉથ અભિનેતા બોલીવુડ સિતારા પર ભારે પડ્યો છે. જો તમે વિચારી રહ્યાં છો કે આ એક્ટર અલ્લૂ અર્જુન, મહેશ બાબૂ, રજનીકાંત, કમલ હસન કે ચિરંજીવી છે તો તમે ખોટા છો. આવો ઓરમેક્સના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2025ના ટોપ 10 સિતારા વિશે જાણીએ.
નંબર વન બની ગયો આ એક્ટર
આ અઠવાડિયે પણ, ઓરમેક્સે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ટોચના 10 એક્ટરોની યાદી જાહેર કરી છે. આ પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, 'ઓરમેક્સ સ્ટાર્સ ઈન્ડિયા લવ્સઃ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય પુરુષ સ્ટાર્સ ફેબ્રુઆરી 2025.' રસપ્રદ વાત એ છે કે ઓરમેક્સના ટોપ 10 સ્ટાર્સની યાદીમાં સાઉથના સ્ટાર્સની ધમાલ જોવા મળી રહી છે. લોકપ્રિયતાના મામલામાં તે બોલિવૂડના કલાકારો કરતા ઘણો આગળ નીકળી ગયો છે. આ યાદીમાં સાઉથના 7 સુપરસ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે બોલિવૂડના માત્ર 3 કલાકારો આ યાદીમાં સ્થાન મેળવી શક્યા છે. આમાં પ્રભાસ પહેલા નંબર પર છે.
આ પણ વાંચોઃ IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ કરશે પરફોર્મ ? આવી ગયું લિસ્ટ
આ છે ટોપ 10 સ્ટાર્સની લિસ્ટ
પ્રભાસ
થલપથી વિજય
અલ્લુ અર્જુન
શાહરૂખ ખાન
રામ ચરણ
મહેશ બાબુ
અજીત કુમાર
જુનિયર એનટીઆર
સલમાન ખાન
અક્ષય કુમાર
આમિર-અમિતાભને લિસ્ટમાં સ્થાન નહીં
મહત્વનું છે કે પ્રભાસે બોલીવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનને પણ લોકપ્રિયતામાં માત આપી છે. ટોપ 5માં સાઉથના ચાર સ્ટાર છે અને બોલીવુડમાંથી માત્ર શાહરૂખ છે. આમ તો ટોપ 10ના લિસ્ટમાં આમિર કે અમિતાભ બચ્ચન નથી. પરંતુ આ લિસ્ટ દર સપ્તાહે બદલાતું રહે છે અને તેનું લિસ્ટિંગ ચર્ચા પ્રમાણે થાય છે, પરંતુ પાછલા ઘણા સપ્તાહથી સાઉથ સિનેમાના સિતારાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. બોલીવુડના ગણતરીના નામ જ આ લિસ્ટમાં જગ્યા બનાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ રેખા નહીં...આ બોલ્ડ હસીના હતી અમિતાભ બચ્ચનનો પહેલો અધૂરો પ્રેમ, જાણીને નવાઈ પામશો
પ્રભાસના નામે ઘણી હિટ ફિલ્મો
સૌથી લોકપ્રિય અભિનેતા પ્રભાસની વાત કરીએ તો ગયા વર્ષે તેણે ફિલ્મ 'કલ્કી 2898 એડી'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ પહેલા પણ 'બાહુબલી 2' 1700 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. હવે અભિનેતા જલ્દી જ આ વર્ષે રિલીઝ થનારી 'રાજા સાબ'માં જોવા મળશે. આ સિવાય અભિનેતા પાસે 'કલ્કી'નો બીજો ભાગ સહિત ઘણી મોટી બજેટ ફિલ્મો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે