Home> Entertainment
Advertisement
Prev
Next

ભીષ્મ પિતામહની પાછળ દેખાયેલ Coolerની હકીકત પરથી ઉંચકાયું રહસ્ય

દેશભરમાં કોરોના વાયરસના કહેરને કારણે થયેલા લોકડાઉનમાં લોકોને ઘરની અંદર રહેવાની પ્રેરણા આપવા માટે તમામ પોતપોતાના પ્રયાસો કરી રહ્યાં છે. આ કારણે જ દૂરદર્શને દર્શકોના મનોરંજન માટે 90ના દાયકાના રામાયણ (Ramayan) અને મહાભારત ફરીથી શરૂ થઈ ગયું છે. હાલ આ બંને સીરિયલએ લોકોનું દિલ જીતી લીધું છે, તેથી જ તે ટીઆરપી રેટમાં સૌથી આગળ પહોંચી ગઈ છે. તો સોશિયલ મીડિયા પર આ સીરિયલને લઈને ધૂમ મચેલી છે. પરંતુ હવે મહાભારત(Mahabharat) ના એક સીનમાં લોકોને કૂલર જેવી ચીજ નજર આવી છે. જેના બાદ તેના પર અનેક MEME બની રહ્યા છે. પરંતુ આ તસવીર પાછળ એક હકીકત છે.

ભીષ્મ પિતામહની પાછળ દેખાયેલ Coolerની હકીકત પરથી ઉંચકાયું રહસ્ય

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોના વાયરસના કહેરને કારણે થયેલા લોકડાઉનમાં લોકોને ઘરની અંદર રહેવાની પ્રેરણા આપવા માટે તમામ પોતપોતાના પ્રયાસો કરી રહ્યાં છે. આ કારણે જ દૂરદર્શને દર્શકોના મનોરંજન માટે 90ના દાયકાના રામાયણ (Ramayan) અને મહાભારત ફરીથી શરૂ થઈ ગયું છે. હાલ આ બંને સીરિયલએ લોકોનું દિલ જીતી લીધું છે, તેથી જ તે ટીઆરપી રેટમાં સૌથી આગળ પહોંચી ગઈ છે. તો સોશિયલ મીડિયા પર આ સીરિયલને લઈને ધૂમ મચેલી છે. પરંતુ હવે મહાભારત(Mahabharat) ના એક સીનમાં લોકોને કૂલર જેવી ચીજ નજર આવી છે. જેના બાદ તેના પર અનેક MEME બની રહ્યા છે. પરંતુ આ તસવીર પાછળ એક હકીકત છે.

fallbacks

ભીષ્મ પિતામહવાળા આ સીનના પ્રસારિત થયા બાદ તરત જ ટ્વિટરથી લઈને HELO સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરેક જગ્યાએ #MahabhartMeCooler ટ્રેન્ડ કરવા લાગ્યું છે. હકીકતમાં, મહાભારતમાં પણ લોકોએ ભીષ્મ પિતામહની પાછળ એક કૂલર રાખેલું નોટિસ કરી દીધું છે. જેના બાદ સોશિયલ મીડિયા પર આવેલ MEMES પર જાણે પૂર આવી ગયું હોય. 

હવે સોશિયલ મીડિયા પર રામાયણ અને મહાભારતના MEMES ભારે પડી રહ્યાં છે. તો સોશિયલ મીડિયા યુઝર્સને એકવાર ફરીથી મોકો મળી ગયો છે કે, મહાભારત પર MEMES બનવા લાગ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે, જેઓએ કૂલરની હકીકત પરથી પડદો ઉંચક્યો છે. 

એક ફેનએ ટ્વિટર પર મહાભારતના એ સીનની આખી તસવીર શેર કરી છે અને જણાવ્યું કે, તે એક પિલર છે. તેણે લખ્યું કે, આ એક પિલર છે, ન કે કૂલર. બીજી એક ટ્વિટ બાદ અન્ય એક યૂઝરે પણ તેના સપોર્ટમાં ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝર્સે તો મજેદાર MEMES શેર કરીને કૂલર બતાવનારાની મજાક ઉડાવી.

સોશિયલ મીડિયા પર લોકો આ બાબત પર પેટ પકડીને હસી રહ્યાં છે. તો આજકાલ લોકો ફેમસ સીરિઝ ગેમ ઓફ થ્રોન્સ સાથે પણ મહાભારતની સરખામણી કરી રહ્યાઁ છે. જોકે, લોકડાઉનમાં કંટાળેલા લોકો હવે મહાભારતની આ વાત પર હસી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More