Home> Entertainment
Advertisement
Prev
Next

Kiara Advani Trolled: મુંબઈના રિસેપ્શનમાં Bold Look માં જોવા મળતા ટ્રોલ થઈ નવી દુલ્હન કિયારા

Kiara Advani Trolled:ટ્રોલર્સને લગ્નના રિસેપ્શન માટે કિયારાનું બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈટ ફિટીંગ ગાઉન ખૂબ જ બોલ્ડ લાગ્યું. કિયારાના લગ્ન હમણા જ થયા છે અને તેમ છતાં તેણે સેંથામાં સિંદૂર, કપાળ પર બિંદી, ગળામાં મંગળસૂત્ર કે હાથમાં ચૂડો પણ પહેર્યો નહીં. 

Kiara Advani Trolled: મુંબઈના રિસેપ્શનમાં Bold Look માં જોવા મળતા ટ્રોલ થઈ નવી દુલ્હન કિયારા

Kiara Advani Trolled: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ ગત 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરમાં મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. આ કપલે જાહેરમાં પોતાના સંબંધો વિશે ક્યારેય ચર્ચા કરી નહીં હતી અને લગ્ન પણ ખૂબ જ ખાનગી રીતે અંગત લોકોની હાજરમાં કર્યા હતા. પરંતુ લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારાએ મુંબઈ ખાતે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ સ્ટાર્સ ઉમટ્યા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, નીતુ કપૂર, અયાન મુખર્જી, વિવેક ઓબેરોય, આકાશ અંબાણી-શ્લોકા મહેતા, નેહા ધૂપિયા-અંગદ બેદી, વિકી કૌશલ સહિતના સ્ટાપ્સ સામેલ થયા હતા. જો કે રિસેપ્શન માટે કિયારાનો લુક જોઈને તેના ચાહકો પણ ખૂબ જ રોષે ભરાયા હતા. આ જ કારણ છે કે નઈ નવેલી દુલ્હન કિયારા ટ્રોલ થઈ રહી છે.   

fallbacks

આ પણ વાંચો:

MC Stan બન્યો Bigg Boss 16 નો વિજેતા, બીજા ક્રમ પર રહ્યો શિવ ઠાકરે

સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં જામી સિતારાઓની મહેફિલ, શુભેચ્છા આપવા પહોંચ્યા આ સ્ટાર

રિસેપ્શન પાર્ટીમાં કિયારા જોવા મળી બોલ્ડ લુકમાં

કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રિસેપ્શન પાર્ટીમાં પહોંચી ત્યારે લોકો તેનો લુક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. લગ્નના રિસેપ્શનમાં કિયારા બોલ્ડ લુકમાં જોવા મળી હતી. લોકોને અપેક્ષા હતી કે કિયારા ભારતીય કપડામાં અને સેથામાં સિંદૂર, કપાળ પર બિંદી, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં ચૂડા સાથે જોવા મળશે. પરંતુ તે પાર્ટીમાં ટાઈટ ફિટિંગ ગાઉનમાં જોવા મળી હતી. જો કે આ આઉટફિટમાં પણ કિયારા ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તેના બોલ્ડ લુકના કારણે તે ટ્રોલ થઈ રહી છે. 

આ પણ વાંચો:

લગ્નમાં 'અંબાણી' પરિવાર તરફથી કિયારા-સિદ્ધાર્થને મળી અનોખી ભેટ

કિયારાના મંગળસૂત્ર માટે સિદ્ધાર્થે ખર્ચ કર્યા કરોડો, આ ડિઝાઈનરે કર્યું છે તૈયાર

સિંદૂર, મંગળસૂત્ર, ચૂડો ન પહેરવા માટે થઈ ટ્રોલ 

ટ્રોલર્સને લગ્નના રિસેપ્શન માટે કિયારાનું બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈટ ફિટીંગ ગાઉન ખૂબ જ બોલ્ડ લાગ્યું. સાથે જ  લાગ્યું કે કિયારા લગ્ન પછીના પ્રસંગ અનુસાર તૈયાર થઈ નથી. કિયારાના લગ્ન હમણા જ થયા છે અને તેમ છતાં તેણે સેંથામાં સિંદૂર, કપાળ પર બિંદી, ગળામાં મંગળસૂત્ર કે હાથમાં ચૂડો પણ પહેર્યો નહીં. આ બોલ્ડ લુકમાં કોઈ એન્ગલથી તે નવી દુલ્હન લાગતી ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More