Home> Entertainment
Advertisement
Prev
Next

19 વર્ષ પછી ફરી બનશે સલમાન-ઐશ્વર્યાની જોડી?

આ  બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સાથે કામ કરશે એવી ચર્ચા છે

19 વર્ષ પછી ફરી બનશે સલમાન-ઐશ્વર્યાની જોડી?

મુંબઈ : હમ દિલ દે ચુકે સનમ’ અને ‘સાંવરિયા’ બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરવાની તક શોધી રહ્યા હતા. ભણસાલીએ એક લવ સ્ટોરી સિલેક્ટ કરી છે, જેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.  મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સલમાનની હિરોઇન તરીકે સંજય લીલા ભણસાલીની ફેવરિટ દીપિકા પાદુકોણને સાઇન કરવાનું લગભગ ફાઇનલ હતું પણ હવે એમાં ટ્વિસ્ટ આવ્યો છે.

fallbacks

મળતી માહિતી પ્રમાણે સલમાન આ ફિલ્મની હિરોઇન તરીકે કેટરિના કૈફને સાઇન કરવામાં આવે એવો આગ્રહ કરી રહ્યો છે પણ સંજય લીલા ભણસાલી આ માટે તૈયાર નથી. તેઓ આ ફિલ્મમાં દીપિકા અથવા તો ઐશ્વર્યા રાય બચ્ચનને સાઇન કરવા માગે છે. સંજય આ ફિલ્મ માટે ઐશ્વર્યા સાથે વાતચીત પણ કરી રહ્યા છે પણ સત્તાવાર રીતે કોઈ નામની જાહેરાત નથી થઈ. જો ઐશ્વર્યા આ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ જશે તો સલમાન અને એશ 19 વર્ષ પછી સાથે જોવા મળશે. 

12 વર્ષ પહેલા સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીએ ‘સાંવરિયા’માં કામ કર્યું હતું. 19 વર્ષ પહેલાં આવેલી તેમની ‘હમ દિલ દે ચુકે સનમ’ સુપરહિટ સાબિત થઈ હતી. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં સલમાનની ઓપિઝિટમાં ઐશ્વર્યા રાય હતી. આ જોડીની સાથે સાથે ફિલ્મ પણ લોકોને ખાસ પસંદ આવી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More