Home> Entertainment
Advertisement
Prev
Next

18 વર્ષની થઈ 'ગંગુબાઈ', હવે  લાગે છે આવી...

જાણીતી બાળ કલાકાર સલોની દૈની ઉર્ફે ગંગુબાઈએ માત્ર ત્રણ વર્ષની ઉંમરથી સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી 

18 વર્ષની થઈ 'ગંગુબાઈ', હવે  લાગે છે આવી...

મુંબઈ : જાણીતી બાળ કલાકાર સલોની દૈની ઉર્ફે ગંગુબાઈએ માત્ર ત્રણ વર્ષની ઉંમરથી સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આજે તો તે મોટી થઈ ગઈ છે. હવે તે 18 વર્ષની થઈ ગઈ છે. 

fallbacks

સલોની આમ તો સ્ટેન્ડ અપ કોમેડિયન છે, પણ તે ટીવી શોઝમાં પણ જોવા મળી ચૂકી છે. છેલ્લે તે ટીવી શો 'બડે ભૈયા કી દુલ્હનિયાં'માં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સલોની વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'નો પ્રોબ્લેમ'માં પણ મહેમાન કલાકારનો રોલ કરી ચૂકી છે.

fallbacks

હાલમાં એક વાતચીતમાં સલોનીએ કહ્યું હતું કે આ ઉંમરે તે પોતાની કરિયર અંગે વિચારે તે થોડું વહેલું છે પરંતુ તે ડિરેક્ટર બનવા માંગે છે. તેનો ફેવરિટ વિષય વિજ્ઞાન છે. તેને એક્ટિંગ કરવી પણ એટલી જ પસંદ છે. જો તેને તક આપવામાં આવે તો તે ડિરેક્શનમાં જવાનું પસંદ કરશે. જોકે, સલોનીએ હિન્દી ભાષામાં કોમેડી કરવાની સાથેસાથે અનેક મરાઠી શોમાં પણ કામ કર્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More